News of Tuesday, 18th August 2026
જાફરાબાદમાં સગીરા સાથે દુષ્કર્મ: ગર્ભપાત પણ કરાવ્યો :જાનથી મારી નાખવાની આપી ધમકી: નરાધમની ધરપકડ
પોલીસે આરોપી અલ્પેશ સામે POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી. ફરિયાદ મુજબ આરોપીએ સગીર વયની દીકરીને પોતાની હવસનો ભોગ બનાવી. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ. એટલુ જ નહીં આરોપીએ સગીરાનું શોષણ કરીને ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું સામે આવ્યું. ફરિયાદના આધારે પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથધરીને ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો. પોલીસે આરોપી અલ્પેશ સામે POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
