<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

જામનગરમાં લાખોટા તળાવના કાંઠે ઝેરી દવા પી દિપેન કણઝારીયાનો આપઘાત

૨૯ વર્ષિય યુવાન ભાવનગર નોકરી કરતો હતોઃ પથરીનો દુઃખાવો હોઇ અઠવાડીયાની રજા પર વતન આવ્‍યો હતોઃ ઝેર પીધા બાદ ભાઇને જાણ કરીઃ રાજકોટ સારવારમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૯: જામનગરમાં રહેતાં ૨૯ વર્ષના યુવાને લાખોટા તળાવના કાંઠે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. તે ભાવનગર રહી નોકરી કરતો હતો અને અઠવાડીયાની રજા લઇ વતનમાં આવ્‍યો હતો. યુવાન દિકરાના આ પગલાથી સતવારા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ જામનગરમાં ગુલાબનગરમાં રહેતાં દિપેનભાઇ રમેશભાઇ કણઝારીયા (ઉ.વ.૨૯) નામના યુવાને ગઇકાલે સાંજે સાતેક વાગ્‍યે લાખોટા તળાવના કાંઠે જઇ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેણે પિત્રાઇ ભાઇને ફોન કરીને પોતે ઝેર પી લીધુ છે, જિંદગીથી કંટાળી ગયો છેતેવી જાણ કરતાં કુટુંબીજનો ત્‍યાં દોડી ગયા હતાં. દિપેનભાઇને જામનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર કારગત ન નિવડતાં મૃત્‍યુ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરી લેનાર દિપેનભાઇ બે ભાઇ અને બે બહેનામં નાનો અને અપરિણીત હતો. તે ભાવનગર રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેને પથરી થઇ હોઇ અઠવાડીયાની રજા લઇ સારવાર માટે જામનગર આવ્‍યો હતો. પથરીના દુઃખાવાથી કંટાળીને આ પગલુ ભર્યુ કે કેમ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ જામનગર પોલીસ વધુ તપાસ કરે છે. દિપેનભાઇના પિતા અને ભાઇ ઘર સાથે ઠંડાપીણાની દુકાન ચલાવે છે. યુવાન દિકરાના આ પગલાથી કણઝારીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(12:05 PM IST)