<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

લીંબડી-બગોદરા હાઇ-વે ઉપર ર૮૮૦ બોટલ દારૂ જપ્ત

ટ્રક સહિત રૂા. ૪૯.૮૮ લાખનો મુદ્દામાલ ઝડપાયોઃ ટ્રક ચાલકની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૯: લીંબડી- બગોદરા હાઈવે પર પાણશીણા ચેકપોસ્‍ટ પાસે પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની ૨૮૮૦ બોટલના જથ્‍થા સહિત રૂ. ૪૯,૮૮,૨૦૦ના મુદ્દામાલ સાથે રાજસ્‍થાનના ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા કુલ ૪ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.પાણશીણા ઈન્‍ચાર્જ પીઆઈ કે.ડી.જાદવ, રાકેશ સોલંકી, અમીત મહેતા સહિતનાઓને પાણશીણા ચેકપોસ્‍ટ પસાર કરી દારૂ ભરેલ ટ્રક લીંબડી તરફ જનાર હોવાની બાતમી મળતા ચેકપોસ્‍ટ પરજેમાં શંકાસ્‍પદ ટ્રક આવતા તેને કોર્ડન કરી તપાસ કરાતા ટ્રકમાં ચાલકની કેબીન પાછળ ચોરખાનુ બનાવી તેમાં છુપાવેલ દારૂની નાની-મોટી ૨૮૮૦ બોટલ મળી આવી હતી. આથી રાજસ્‍થાનના ટ્રક ચાલક દુર્ગારામ ભોદરાની પુછપરછ કરાતા આ દારૂ તેના ચેનારામ જાનીએ સંપર્ક કરાવેલ હનુમાનરામ ઉર્ફે કિશને હરીયાણાથી ભરી આપ્‍યો હતો. અને અનીલ નામના શખ્‍સને આપવાનો હતો. અનીલ આ ટ્રકનું પાયલોટીંગ પણ કારમાં કરતો હતો. જયારે સાયલા હાઈવે પર હોટલ એપલ પાસે આ ટ્રક આપી દેવાનો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ સહિત રૂ. ૪૯,૮૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધી છે. 

(11:51 AM IST)