<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

રઘુવંશનો ગૌરવશાળી વારસો : ડો.નરોતમભાઇ પલાણનું ઓનલાઇન વ્‍યાખ્‍યાન

‘ગુગલ મીટ'માં ર૬ મીએ રાત્રે ૯.૧પ વાગ્‍યે રઘુવંશનો ઇતિહાસ અને વારસાની અમરગાથાના વ્‍યાખ્‍યાનનો લાભ લઇ શકાશે ઓનલાઇન વ્‍યાખ્‍યાન અંગે વિશેષ વિગતો મો.૯૪ર૬ર ૪૪૦૮૧, મો. ૯૧૦૬૬ ૦૯૧૮૪ અને ૯૮ર૪૭ ૦૦૩૧૦ ઉપર મળી શકશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: રઘુવંશી ઇન્‍ટરનેશનલ ટ્રેડ ફેડરેશન (આરઆઇટીએફ) દ્વારા રઘુવંશનો ગૌરવશાહી વારસા અંગેનું તા.ર૬મીએ રાત્રે ૯.૧પ વાગ્‍યે ઓનલાઇન વ્‍યાખ્‍યાન ઇતિહાસકાર અને પુરાતત્‍વવિદ ડો.નરોતમભાઇ પલાણ આપશે. ‘ગુગલ મીટ'ના માધ્‍યમથી આ વ્‍યાખ્‍યાનનું આયોજન કરેલ છે.

ઇતિહાસકાર ડો. નરોતમભાઇ પલાણ આ ઓનલાઇન વ્‍યાખ્‍યાનમાં રઘુવંશ ઇતિહાસ ગૌરવ અને વારસાની અમરગાથાની વિગતવાર માહીતી આપશે.

અયોધ્‍યાથી વિશ્વ સુધીની રઘુવંશ ગૌરવયાત્રા સાથે રઘુવંશ વારસા અંગે ઇતિહાસકાર ડો. નરોતમભાઇ પલાણ વ્‍યાખ્‍યાનમાં વર્ણન રજુ કરશે.

રઘુવંશી હેરીટેજ સીરીઝ-ર૦ર૬થી પ્રથમ આવૃતિ મુજબ રઘુવંશનો ગૌરવશાળી વારસા અંગે વિશેષ વિગતો માટે મોબાઇલ નંબરો ૯૪ર૬ર ૪૪૦૮૧ અને ૯૧૦૬૬૦૯૧૮૪ તથા ૯૮ર૪૭ ૦૦૩૧૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:40 PM IST)