ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Wednesday, 19th August 2026
ધોરાજીમાં શ્રી હેતકાનેશ્વર મહાદેવ મંદિરે ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ધોરાજીઃ ઓમનગર, ભુખી ચોકડી નજીક પોરબંદર નેશનલ હાઈવે ખાતે આવેલ શ્રી હેતકાનેશ્વર મહાદેવના પવિત્ર મંદિર ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા ભગવાન મહાદેવની પૂજા, અભિષેક અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે શ્રી હેતકાનેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનાર શિખર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ‘‘હર હર મહાદેવ''ના જયઘોષ સાથે શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત પડ્યા હતા મહોત્સવ ની સફળ બનાવવા માટે નૂતન શિવજી મંદિરના સેવક ગણોએ જહેમત ઉઠાવી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
