News of Wednesday, 19th August 2026
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેથાણમાં ગ્રામીણ બેંકમાં રૂ.1.72 કરોડના કૌભાંડનો પર્દાફાશ: તત્કાલીન બેંક મેનેજર નિખિલ પ્રજાપતિ ઝડપાયો
બોગસ ખાતા ખોલી રૂ.1.72 કરોડની લોન ઉપાડવામાં આવી હોવાનો ખુલાસો થયો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેથાણમાં ગ્રામીણ બેંકમાં રૂ.1.72 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. તત્કાલીન બેંક મેનેજર નિખિલ પ્રજાપતિ પોલીસના હાથે ઝડપાયો છે. ગ્રાહકોના નામે 67 બોગસ ખાતા ખોલી લોન ઉપાડ્યાનો આરોપ. મેથાણ સહિત રાજગઢ, દુદાપુર અને રાજચરાડીના ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા. બોગસ ખાતા ખોલી રૂ.1.72 કરોડની લોન ઉપાડવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. કૌભાંડની રકમ બેંકમાં પરત જમા કરાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલવાના ગંભીર આરોપો અંગે તપાસ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
