<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

જૂનાગઢના માંગરોળના ખોડાદા ગ્રામ્ય પંચાયતના સભ્ય 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ફરિયાદીની તથા અન્ય બીજી બે પથ્થરની ખાણો ખોડાદા ગામે ચાલુ હોય જે ચાલુ રાખવા દેવા અને ખાણ ખનીજની કનડગત ન થાય તેમજ ગ્રામપંચાયતની હેરાનગતી ન કરવા માટે ખાણ દીઠ લાંચ માંગી હતી

જૂનાગઢના માંગરોળના ખોડાદા ગ્રામ્ય પંચાયતના સભ્ય હમીરભાઇ લાખાભાઇ ગરચર (ઉ.વ ૩૨) 60 હજારની લાંચ લેતા રગતીયા બાપાના મંદિરના કંપાઉન્ડમાં, ખોડાદા ગામની સીમ, તા.માંગરોળ) ખાતે  એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા  છે 

 ફરિયાદીની તથા અન્ય બીજી બે પથ્થરની ખાણો ખોડાદા ગામે ચાલુ હોય જે ચાલુ રાખવા દેવા અને ખાણ ખનીજની કનડગત ન થાય તેમજ ગ્રામપંચાયતની હેરાનગતી ન કરવા માટે ખાણ દીઠ લાંચ માંગી હતી 

  આ કામના ફરિયાદીની તથા અન્ય બીજી બે પથ્થરની ખાણો ખોડાદા ગામે ચાલુ હોય જે ચાલુ રાખવા દેવા અને ખાણ ખનીજની કનડગત ન થાય તેમજ ગ્રામ પંચાયતની હેરાનગતી ન કરવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે એક ખાણ દીઠ રૂ.૨૦,૦૦૦/- લેખે કુલ ૦૩ ખાણના કુલ રૂ.૬૦,૦૦૦/-ની ગે.કા. માંગણી કરી, ખોડાદા ગામે રૂબરૂ આવી લાંચ પેટે રૂ.૬૦,૦૦૦/- રોકડા આપી જવા થયેલ વાયદા મુજબ   ફરીયાદીએ આપેલ ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપના સ્થળે ટ્રેપ દરમિયાન લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો 

  એસીબીની આ કર્યવાહીમાં ટ્રેપિંગ ઓફિસર તરીકે બી.કે.ચાવડા,પોલીસ ઇન્સ્પેક્ટર,ગીર સોમનાથ એ.સી.બી. પો.સ્ટે.અને સુપર વિઝન અધિકારી તરીકે એમ.પી.સોલંકી,
મદદનીશ નિયામક, જુનાગઢ એકમ, જુનાગઢ.જયારે ઈન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા,નાયબ નિયામક,રાજકોટ એકમ.રહ્યા હતા 

(11:12 PM IST)