<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

દેવભૂમિ દ્વારકા એલસીબીનો સપાટો : ખંભાળીયા ટાઉનના રહેણાંકમાં જુગાર અડ્ડા પર દરોડો : એક મહિલા સહીત સાત ઝડપાયા : એક ફરાર

એસ.ટી.રોડ,વૃંદાવન નર્સરીની બાજુમાં રહેણાંકમાં બહારથી માણસો ભેગા કરીને હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો

( કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળીયા:રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ શ્રાવણ માસમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃતી કરતા શખ્શો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.નાઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષીનાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ઉપરોક્ત બાબતે કાર્યરત હતા.

દરમ્યાન એલ.સી.બી.ના ASI મસરીભાઇ ભારવાડીયા, કિશોરભાઇ નંદાણીયા નાઓને અગાઉથી સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, “દિલીપગર ભિમગર ગોસાઇ જાતે.બાવાજી રહે.એસ.ટી.રોડ,વૃંદાવન નર્સરીની બાજુમાં ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા વાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંકે બહારથી માણસો ભેગા કરી, લાઇટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે.”તેવી હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળાઓને અખાડામાં જુગાર રમતા પકડી પાડી, પો.સબ ઇન્સ. શ્રી એમ.આર.સવસેટા નાઓએ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) દિલીપગર ભિમગર ગોસાઇ રહે.એસ.ટી.રોડ, વુંદાવન નર્સરીની બાજુમાં ખંભાળીયા (અખાડો ચલાવનાર)(૨) સુરેશભાઇ હમીરભાઇ સીંધવ રહે સીકકાગામ, ગોકુલપરી સોસાયટી,તા.જી.જામનગર(૩) લખમણભાઇ લાખાભાઇ સંધીયા રહે સીકકાગામ, ભગવતી સોસાયટી,તા.જી.જામનગર(૪) કારાભાઇ માણસીભાઇ પતાણી રહે સીકકાગામ, ગોકુલપરી સોસાયટી,તા.જી.જામનગર(૫) જયદીપસીંહ જયેન્દ્રસીંહ ચુડાસમા રહે સીકકાગામ, ભગવતી સોસાયટી,તા.જી.જામનગર(૬) વનરાજસીંહ જગદીશસીંહ જાડેજા રહે મુંગણીગામ, તા.જી.જામનગર(૭) નીતાબેન કમલેશગીરી ગોસ્વામી રહે એસ.ડી. ડેપો પાસે,કુંભારપાડોખંભાળીયાપકડવાના

બાકી આરોપી(૧) કરશનભાઇ સોમાભાઇ વાઘેલા રહે.સીક્કાગામ, ગોકુલપરી સોસાયટી, તા.જી.જામનગર
કબ્જે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂ.૫૦,૮૦૦/-(૨) મોબાઇલ ફોન -૭ કિ.રૂ.૩૫,૦૦૦/-(૩) ફોરવ્હિલ – ૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-કુલ કિમંત રૂપીયા –૩,૮૫,૮૦૦/- નો મુદામાલ
આ સમગ્ર કાર્યવાહી LCB I/C PI  એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા, ASI મસરીભાઇ ભારવાડીયા, કિશોરભાઇ નંદાણીયા, દિપકભાઇ રાવલીયા HC હસમુખભાઇ કટારા તથા મહિલા પો.સ્ટે. ના મહિલા પો.કોન્સ. દિશાબેન વ્યાસ નાઓ જોડાયેલ હતા.

(11:27 PM IST)