News of Wednesday, 19th August 2026
જમીન વિકાસ નિગમ કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક કરમશીભાઇ ડોબરીયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી ACB
૭૩.૦૪% જેટલી વધુ મિલકતો વસાવી અને ખર્ચ કરી પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવ્યા

રાજકોટ : આરોપી કરમશીભાઇ નથુભાઇ ડોબરીયા. તત્કાલીન મદદનીશ નિયામક, વર્ગ-૨, (હાલ નિવૃત), જમીન વિકાસ નિગમની કચેરી, જુનાગઢ વાળાએ તા.૦૧/૦૪/૨૦૦૬ થી તા.૨૮/૦૨/૨૦૧૭ સુધીના ચેક પીરીયડ દરમ્યાન પોતાની કાયદેસરની આવકના સાધનોમાંથી મેળવેલ કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.૧,૭૮,૯૮,૬૦૧/- (અંકે એક કરોડ અઠ્યોતેર લાખ અઠ્ઠાણું હજાર છસો એક પુરા) એટલે કે ૭૩.૦૪% જેટલી વધુ મિલકતો વસાવી અને ખર્ચ કરી પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રીતોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી ગુનો હોવાનું તપાસ દરયાનજણાઈ આવેલ.
ACB, રાજકોટના નાયબ નિયામક બી.સી વાઘેલાના માર્ગદર્શન તથા ACB, જુનાગઢ એકમના મદદનીશ નિયામક એમ.પી.સોલંકીના સુપરવિઝન હેઠળ જુનાગઢ ACB પો.સ્ટે.ના પો.ઈ. જે.બી.કરમુરે સરકાર તરફે ફરીયાદી બની આરોપી વિરૂદ્ધ જુનાગઢ ACB પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨/૨૦૨૬, ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઇ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ ગીરસોમનાથ ACB પો.સ્ટે.ના પો.ઈ. એ.ડી.વાળા ચલાવી રહેલ છે.
સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કમચારીઓ કે તેમના વતી કે તેમના નામે કોઈ પણ વ્યક્તિ દ્વારા કાયદેસરની ફી/મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે કોઇ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તે અંગેની જાણ ACB ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા ફોન નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર ૦૭૯- ૨૨૮૬૯૨૨૮, ઇ-મેઇલ cr-acb [email protected], મોબાઇલ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ તથા જુનાગઢ ACB પો.સ્ટે.નો સંપર્ક કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
