News of Thursday, 20th August 2026
મોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્શને પાંચ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયો
દિનેશ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ અને જામનગર જીલ્લાની હદમાંથી છ માસ માટે હદપારી કરવા હુકમ .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ હદપારી દરખાસ્ત કરી આરોપીને મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરતો હુકમ કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દેશી દારૂ વેચાણના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવા સુચના અન્વયે આરોપી દિનેશ બાબુભાઈ ચૌહાણ (રહે મોરબી ૨ બૌદ્ધનગર, નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે વાળા ) વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી મોકલતા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મોરબી તરફથી પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ દિનેશ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ અને જામનગર જીલ્લાની હદમાંથી છ માસ માટે હદપારી કરવા હુકમ કરતા શખ્શને જીલ્લામાંથી હદપારી કરવામાં આવ્યો છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
