તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
News of Thursday, 20th August 2026
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર જવાના કાચા રસ્તે જાહેરમાં જુગાર રમતા નવ શખ્શો ઝડપાયા, રૂ ૧.૩૪ લાખની રોકડ રકમ જપ્ત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજી મંદિર જવાના કાચા રસ્તે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રોહિત કાન્તીભાઈ સરવૈયા, રફીક નુરમામદ જામ, ગોપાલ મોમ્ભાઈ બાબુથર, મહેશ સામંતભાઈ વીંઝવાડિયા, ભરત બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવિડન, સતીષ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા, સંજય ચંદુભાઈ પરેસા અને ગોપાલ લખાભાઈ જાદવ એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૧,૩૪,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
