<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પોલીસમાં નોકરીની ખુશીની મહેફિલ મોતના માતમમાં ફેરવાઇ

ભાવનગરની હોસ્‍પિટલમાં મુંબઈથી ખાસ ઇન્‍જેક્‍શન મંગાવ્‍યાઃ તપાસ મધ્‍યપ્રદેશ અને હરિયાણા સુધી લંબાવાઈ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૦ :.. ભાવનગર જિલ્લાના ખરકડી ગામે ૧૬ ઓગસ્‍ટે વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવાનને પોલીસમાં નોકરી મળતાં મિત્રોએ દારૂની પાર્ટી આપી હતી. મહેફિલ બાદ કેટલાકની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. શરૂઆતમાં ઘટનાને સામાન્‍ય દારૂની અસર માનવામાં આવી હતી, પરંતુ એક પછી એક લોકોની સ્‍થિતિ ગંભીર બનતાં સમગ્ર મામલો બહાર આવ્‍યો. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હવે પાર્ટીમાં દારૂ કયાંથી આવ્‍યો હતો, ક્રોણ લાવ્‍યું હતું અને તેમાં હાજર અન્‍ય લોકોએ શું પીધું હતું તેની વિગતો મેળવવામાં આવી રહી છે. નકલી દારૂ કાંઠે સમગ્ર સૌરાષ્‍ટ્ર અને ગુજરાત ભરમાં ભારે ચર્ચાવી જગાવી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાંથી નકલી ઇંગ્‍લિશ દારૂ પીવાથી તબિયત લથડી હોય તેવા અસરગ્રસ્‍ત દર્દીઓની સંખ્‍યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને ભાવનગર સર ટી. હોસ્‍પિટલમાં અસરગ્રસ્‍ત દર્દીઓ વધી રહ્યા છે, ત્‍યારે સર ટી. હોસ્‍પિટલમાં સ્‍થાનિક કક્ષાએથી મુંબઈથી ફોમેપિઝોલ ઇન્‍જેક્‍શન મંગાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રારંભિક તબક્કામાં ૧૦ જેટલા ઇન્‍જેક્‍શન મંગાવવા વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્‍યું હતું.

ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્‍લિશ દારૂ પીવાથી  સત્તાવાર રીતે ૭ જેટલા મોત થયા છે. ભાવનગર સર ટી. હોસ્‍પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૮ જેટલા અસરગ્રસ્‍ત દર્દીઓને દાખલ કરવામાં આવ્‍યા હતા. જેમાં ભાવનગર શહેરી વિસ્‍તારના અભયભાઈ દિહોરા સર ટી. હોસ્‍પિટલમાંથી અધૂરી સારવાર છોડી જતા રહ્યા છે.

ભાવનગરના નકલી વિદેશી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ મધ્‍ય ઙ્કદેશ, હરિયાણા સુધી લંબાવવામાં આવ્‍યો છે, ઉપરાંત પોલીસ વિભાગને શંકા છે કે બરવાળા અને બોટાદમાં પણ બુટલેગર ગૌતમ સોલંકીએ રોયલ સ્‍ટેગની ભેળસેળ કરેલી બોટલો પધરાવી હતી અને તેના આધારે ત્‍યાં પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. બીજી તરફ જે લોકોએ છેલ્લા બે દિવસમાં રોયલ સ્‍ટેગ વિદેશી દારૂનું સેવન કરેલું છે તેઓ પણ પોલીસ કાર્યવાહીથી બચવા અને ડરના માર્યા અન્‍ય શહેરોમાં સારવાર લઇ રહ્યા છે.

ગાંધીનગરમાં ઉચ્‍ચસ્‍તરીય બેઠક, પછી

ભાવનગરમાં દોડધામ

ઘટનાની ગંભીરતાને જોતા ગળહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે ૧૨ વાગ્‍યે DGP સહિતના ઉચ્‍ચ અધિકારીઓ અને IB ચીફ સાથે ચર્ચા કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી મેળવી તપાસ ઝડપથી આગળ વધારવા સૂચના આપવામાં આવી હતી. ત્‍યારબાદ સ્‍ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડા ભાવનગર પહોંચ્‍યા છે અને : તપાસમાં જોડાયા છે. ગુજરાતભરમાં પણ દારૂ અંગે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ મધ્‍યપ્રદેશ અને હરિયાણા સુધી તપાસ લંબાવાઈ છે.

ભાવનગરનો નકલી દારૂ કાંડ એ સમગ્ર રાજ્‍યમાં ચકચાર મચાવી છે.

(11:40 AM IST)