News of Thursday, 20th August 2026
રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલીઃ ૧૦ દરોડામાં પપ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા
સડક પીપળીયા, સાંગણવા, સમઢીયાળા, શાપર, અમરનગર, જેતપુર, અરણી, જેતપુરના દેરડીધાર, કોટડા સાંગાણીના વાદીપરા અને વાસાવડ ગામે પોલીસના દરોડા

રાજકોટ, તા., ર૦: રાજકોટ જીલ્લામાં પોલીસે અલગ-અલગ ૧૦ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા પપ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ગોંડલ તાલુકા પોલીસે, સડક પીપળીયા ગામે, લોધીકા પોલીસે સાંગણવા ગામે, વિંછીયા પોલીસે સમઢીયાળા ગામની સીમમાં, શાપર પોલીસે ગંગા ફોર્જીંગ ગેઇટ અંદર, જેતપુર તાલુકા પોલીસે અમરનગર ગામે, જેતપુર સીટી પોલીસે દેસાઇવાડી વિસ્તારમાં અને ભાયાવદર પોલીસે અરણી ગામ, જેતપુર પોલીસે દેરડીધાર, કોટડાસાંગણી પોલીસે વાદીપરા અને સુલતાનપુર પોલીસે વાસાવડ ગામે દરોડા પાડી પપ પતાપ્રેમીને લાખોના મુદામાલ સાથે ઝડપી લઇ ફરાર પાંચની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે સડક પિપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા (૧) વિરેન્દ્ર કેદાર રાજભર (ઉં.વ.૨૩ રહે. લીયોની સ્ટીલ કંપની, ભરૂડી તા-ગોંડલ મુળ યુ.પી). (૨) ધર્મેન્દ્ર મહેન્દ્રભાઇ ભારતી (ઉ.વ.૨૨,રહે.લીયોની સ્ટીલ કંપની, ભરૂડી તા-ગોંડલ મુળ યુ.પી) (૩) સુનિલ રાજેન્દ્ર રાજભર (ઉં.વ.૨૦,રહે.લીયોની સ્ટીલ કંપની, ભરૂડી તા-ગોંડલ મુળ (૪) બિરજુ જમના બિંદ, (ઉં.વ.૩૭, રહે.લીયોની સ્ટીલ કંપની, ભરૂડી તા-ગોંડલ મુળ યુ.પી.) (૫) અશ્વિન કાનજીભાઇ ભીલ (ઉ.વ.૩૧, રહે.લીયોની સ્ટીલ કંપની, ભરૂડી તા-ગોંડલ મુળ છોટાઉદેપુરને જુગાર રમતા રોકડ રૂ.૪૦૬૦ સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં સાંગણવા ગામના છેવાડાની શેરીમાં જાહેરમાં જુગાર રમતા (૧) મનોજ માવજીભાઈ દાફડા (ઉ.વ-૪૫ રહે-સંગણવા ગામ તા.લોધીકા) (૨) કિશોર મોહનભાઈ બગડા (ઉ.વ-૪૦ રહે-સંગણવા ગામ તા.લોધીકા) (૩) જયદીપ મનસુખભાઈ રાખૈયા (ઉ.વ-૨૪ રહે-સંગણવા ગામ તા.લોધીકા) (૪) કાનજી દેવાભાઈ મકવાણા (ઉ.વ-૪૩ રહે-સંગણવા ગામ તા.લોધીકા) (૫) ખોડા દુદાભાઈ ખીમસુરીયા (ઉ.વ-૩૪ રહે-સંગણવા ગામ તા.લોધીકા) (૬) રવી મનસુખભાઈ રાખૈયા ( ઉ.વ-૨૭ રહે-સંગણવા ગામ તા.લોધીકા) ને ૧૩, ૯૭૦ની રોકડ અને પ ફોન મળી કુલ રૂા.૧,૦૫,૯૭૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
ત્રીજા દરોડામાં વિંછીયા પોલીસે સમઢીયાળા ગામની સીમમાં વાડી પાસે જુગાર રમતા (૧) અલ્પેશ જાદવાભાઇ મીઠાપરા (ઉ.વ.૩૫ રહે. સમઢીયાળા ગામ તા.વીંછીયા)ને રૂા.૧૫,૪૫૦ની રોકડ સાથે પકડી ફરાર (ર) દિનેશ (રહે.નડાળા તા.સાયલા) (૩) ગભરૂ (રહે નડાળા ગામ તા. સાયલા) (૪) બુધ્ધા નરશીભાઇ મીઠાપરા (રહે.સમંઢીયાળા તા.વીછીયા)(૫) શૈલષ જાદવભાઇ મીઠાપરા (તા. વીંછીયા) અને (૬) પ્રેમજી જેરામભાઇ ગોહીલ (રહે.સમઢીયાળા ગામ તા.વિછીયા)ની શોધખોળ શરૂ કરી છે. પોલીસે રોકડ ઉપરાંત બે બાઇક સહિત કુલ રૂા.૩૫૪૫૦નો મુદામાલ કબ્જે કર્યા હતા.
ચોથા દરોડામાં પોલીસે ગંગા ફોર્જીંગ ગેઇટ અંદર તળાવ પાછળ આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જાહેરમાં જુગાર રમતા (૧) કાસીમ ગુલ્લીમભાઇ બીહાના (ઉ.વ.૪૮, રહે.વેરાવળ શાંન્તીધામ એનસન્સ કારખાનાની ઓરડીમાં ) (૨) અભીષેક સુનીલભાઇ અહેરવાલ (ઉ.વ.૨૧, રહે.શાપર ગંગા ગેઇટ અંદર કારખાનામાં ) (૩) ધર્મેન્દ્ર જગદિશભાઇ લોધી(ઉ.વ.૩૬, રહે.શાપર ગંગા ગેઇટ અંદર સપના પ્લાસ્ટીક કારખાનાની ઓરડીમાં ) (૪) સંતોષ દુર્ગાભાઇ પ્રસાદ(ઉ.વ.૪૨, રહે.ગંગા ગેઇટ અંદર સપના પ્લાસ્ટીક કારખાનામાં) (૫) રામશંકર દુલીચંદ લોધી (ઉ.વ.૫૦, રહે. વેરાવળ શાંન્તીધામ સોસાયટી આગળ કાવેરી કંપનીની બાજુમાં તા.કો.સાંગાણી મુળ. ઉ. પ્રદેશ) અને (૬) અરૂણ સોમનાથભાઇ જાદવ, (ઉ.વ.૨૪ રહે. અંજની રેસીડેન્સી શાપરગામ)ને રોકડ રૂા.૧૬,૪૬૦ અને મોબાઇલ ફોન નં.૩ કિ.રૂ.૩૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૪૬,૪૬૦/-ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
પાંચમાં દરોડામાં પોલીસે અમરનગર સામે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પાસે જાહેરમાં જૂગાર રમતા (૧) ધર્મેશ હરદાસભાઇ આલાણી (ઉ.વ.રહે. અમરનગર ગામ, તા. જેતપુર) (ર) રવજી કચરાભાઇ સાવલીયા (ઉ.વ.પ૦ રહે. અમરનગર ગામ તા. જેતપુર) (૩) સાગરભાઇ બળવંતભાઇ વાઘમસી (ઉ.વ.૩ર રહે. અમરનગર ગામ તા. જેતપુર) અને (૪) પાર્થ જેન્તીભાઇ (ઉ.વ.રર, રહે. અમરનગર ગામ તા. જેતપુર)ને રૂા. રપ,૦પ૦ ની રોકડ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
છઠ્ઠા દરોડામાં પોલીસે (૧) રવજી ઉર્ફે ચીનો મોતીભાઇ સોલંકી (ઉ.૪૪) ના મકાનમાંથી જૂગાર રમતા (ર) દિનેશ હર્ષદભાઇ રાવલ (ઉ.વ.૪પ રહે. જેતપુર, ડોબરીયાવાડી) (૩) વિજય જીવરાજભાઇ ચાવડા (ઉ.વ.પપ રહે. જેતપુર, લાખાવાળા દરબાર ગઢ), (૪) અશ્વિન ગોબરભાઇ સાવલીયા (ઉ.વ.૪૮ રહે. જેતપુર, અમરનગર રોડ, (પ) સંજય અનીલભાઇ સુબા (ઉ.વ.પ૯, રહે. જેતપુર વીવેકાનંદ સ્કુલ પાછળ) ને રૂા. ર૩,૯૪૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
સાતમાં દરોડામાં પોલીસે અરણી ગામ, પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતાં (૧) નારણ કાંધાભાઇ ખાંભલા (ઉ.૪૦ રહે. અરણી ગામ રબારીવાસ તા. ઉપલેટા), (ર) આમદ ઉર્ફે કવો કાસમભાઇ નોઇડા (ઉ.વ.૪ર, રહે. ખીરસરા ગામ, અરણી રોડ, તા. ઉપલેટ), (૩) પંકજ ગાગજીભાઇ સખીયા (ઉ.વ.૪૮ રહે. અરણી ગામ, પટેલ સમાજ પાછળ તા. ઉપલેટા) (૪) ઉમેશ અમરશીગભાઇ લખતરીયા (ઉ.વ.૪૦ રહે. અરણી ગામ રામ મંદિર શેરી તા. ઉપલેટા) ને રૂા. ૩ર,૪૭૦ ની રોકડ, ૪ ફોન અને બે બાઇક મળી કુલ રૂા. ૧,પ૭,૪૭૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.
૮ માં દરોડામાં જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. સર્વેલન્સ ટીમે જેતપુર, દેરડીધાર આવાસ યોજના ક.નં. ૯૬૭ પાસે જાહેર રોડ ઉપર રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભાવીકભાઇ કિશોરભાઇ પરમાર રહે. ખોડપરા ગોપાવાડીમેઇન રોડ જેતપુર, (ર) અયાજભાઇ હાજીભાઇ ઠાસરીયા, રહે. દેરડીધાર આવાસ ક.નં. પર૬ જેતપુર, (૩) નઇમભાઇ અશરફભાઇ મારફતીયા રહે. જગાવાળા ચોરા મુકાતી શેરી જેતપુર (૪) વસીમભાઇ યુનુસભાઇ ગાંધી રહે. ક.નં. ૯૬૮ દેરડીધાર આવાસ જેતપુર, (પ) એજાજભાઇ અમીનભાઇ લાખાણી રહે. ખોડપરા જીનપ્લોટ જેતપુર, (૬) વત્સલભાઇ સંજયભાઇ સુચર રહે. ખોડપરા જીન પ્લોટ જેતપુર (૭) આયુષભાઇ નીતીનભાઇ ગોસાઇ રહે. ખોડપરા જીનપ્લોટ જેતપુર (૮) તુફેલભાઇ મુસાભાઇ ખેડારા રહે. ગોંડલ દરવાજા હવેલી પાસે જેતપુર તથા (૯) અફજલભાઇ રફીકભાઇ શાહમદાર રહે. ખોડપરા જીન પ્લોટ જેતપુરને કુલ રોકડ રૂપીયા ૧૧,પ૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી પોલીસ ઇન્સ. એસ.એચ.શર્મા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.બી.ગઢવી, પો.હેડ કોન્સ. નીલેશભાઇ મકવાણા, હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ તથા રાજુભાઇ સાંબળા, વાસુદેવસિંહ જાડેજા, પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોર તથા સંજયભાઇ પરમાર દ્વારા કરાઇ હતી.
૯ માં દરોડામાં કોટડા સાંગાણી પોલીસે વાદીપરા ગામે માયાણીના મઢની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રકાશભાદ કાશભાઇ કનુભાઇ મકવાણા રહે વાદીપરા ગામ તા.કો.સા.જી. રાજકોટ (૨) પરબતભાઈ ભોજાભાઈ માયાણી રહે વાદીપરા ગામ - રાજકોટ ( ૩) મુકેશભાઈ લીંબાભાઇ વાધેલા રહે કાળીપટ ગામ તા.જી. (૪) વિપુલભાઈ ગોરધનભાઈ માયાણી રહે વાદીપરા ગામ રાજકોટ તથા (૫) મનસુખભાઇ પુનાભાઇ બારૈયા રહે વાદીપરા ગામ રાજકોટ તથા રોકડા રૂપિયા ૧૦૩૨૦/- મળી કુલ ૩૦,૩ર૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ કાર્યવાહી કોટડાસાંગાણી પો.સ્ટેના ઇન્ચાર્જ પોલીસ.ઇન્સ. એસ.આર.ગોહીલ , પો.હેડ.કોન્સ રવિરાજસિંહ જાડેજા , પો.કોન્સ હીમતસિંહ પાલ, સિધ્ધાર્થભાઈ જયંતીભાઇ પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
૧૦ માં દરોડામાં સુલતાનપુરપોલીસે વાસાવડ ગામે ખાટવાડા શેરી ખાતે રેઇડ કરી જાહેમાં જુગાર રમતા (૧) વિજયભાઇ દેવજીભાઈ મુળીયા ઉ.૫ ૪૧ ( (૨) લાલજીભાઇ બાબુભાઇ ભાખોત્રા (૩) ક્રીશનભાઇ રામજીભાઈ ભાખોત્ર (૪) ચેતનભાઇ કાનજીભાઈ પરમાર(૫) ગોપાલભાઇ જેન્તીભાઈ સરવૈયા(૬) અરવિંદભાઇ કડવાભાઇ સરવૈયા ( ૭) ભરતભાઇ જેન્તીભાઇ સરવૈયા ગોપાલભાઇ ે(૯) કીશનભાઈ ગોવીદભાઈ બાવળીયા ધધો મંજુરી રહે. તમામ વાસાવડ ગામે રોકડ રકમ રૂ.૫૫,૩૫૦/- મોબાઇલ નંગ-૦૮ કી.રૂ.૪૦,૦૦૦/- મળી, કુલ મુદામાલ કી.રૂ. ૯૫,૩૫૦/ સાથેઝડપી લીધા હતા. આ કાર્યવાહી સુલતાનપુરના (૧) પો.ઈન્સ. જે.એ.ખાચર(ર) એ.એસ.આઇ. જગદીશભાઇ અમરાભાઇ ગોહેલ (૩) પો.હેડ.કોન્સ જયસુખભાઇ ગંરાભડીયા તથા (૪) પો.કોન્સ. વિજયભાઇ ઝાપડીયા સહિતના સ્ટાફે કરી હતી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
