<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

બાંકોડી સીમ વિસ્‍તારમાં માટી ભરેલી ટ્રકને ઝડપી લેવાયો

ખંભાળીયા,તા.૨૦: કલ્‍યાણપુર પોલીસ સ્‍ટાફના માણસો નાઇટ રાઉન્‍ડ દર્મીયાન પો.સ્‍ટે.વિસ્‍તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન બાકોડી સિમ વિસ્‍તાર રોડ પર એક ઇસમ પોતાના કબ્‍જાના વાહનમા રોયલ્‍ટી કે પાસ પરમીટ કે આધાર વગર ટ્રકમા  માટી (મોરમ) ભરી  નીકળેલ હોય, જેથી તુરતજ મજકુર વાહન ચાલકને ટ્રક સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ વાહન ચાલક (૧) ટ્રક રજી.નં.GJ-37-T-5091 નો ચાલક :- નાથુભા લખુભા વાઢેર દરબાર ઉ.વ.૬૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.ભોગાત ગામ,  આ કામગીરી (૧) આર.એન.હાથલીયા પોલીસ ઈન્‍સ.કલ્‍યાણપુર પો.સ્‍ટે.(૨) સર્વેલન્‍સ સ્‍ટાફ કલ્‍યાણપુર પો.સ્‍ટે.એ કરી હતી

(1:56 PM IST)