<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

BSNL ની કોઓર્ડિનેશન કમિટીના બેનર હેઠળ ૧.૦૧.૨૦૧૭ થી વેઈઝ અને પેન્‍શન રિવીઝન માટે BSNL કર્મચારીઓ અને પેન્‍શનર્સનોના દિલ્‍હી જંતરમંતર ખાતે વરસતા વરસાદમાં ધરણાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૦ :.. BSNL કર્મચારીઓ અને પેન્‍શનર્સનો ૨૦૧૭ વેઇઝ અને પેન્‍શન રિવીઝન પ્રશ્ન હલ થયેલ નથી. આ કાર્યક્રમ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન થઈ રહ્યો હોવાથી તેનું મહત્‍વ ઘણું જ હતું . ભારતભરમાંથી અને ગુજરાતમાંથી કર્મચારીઓ અને પેન્‍શનર્સ આ કાર્યક્રમ જોડયેલ હોવાનું મનુભાઈ ચનિયારા AIBDPAના ગુજરાતના સર્કલ સેક્રેટરી અને ગુજરાતના BSNL COCના ચેરમેનએ જણાવેલ છે.

આ લડત હવે વધુ મહત્‍વની બની ગઈ છે કારણ કે  દિલ્‍હી હાઈકોર્ટે ૭મા પગારપંચ ફિટમેન્‍ટના આધારે પેન્‍શન રિવીઝન અંગે દિલ્‍હી CATના આદેશને રદ કર્યો છે.૨૦૧૭ વેઇઝ રિવીઝન અને પેન્‍શન રિવીઝન અને ૨૦૨૭થી નવા વેઈઝ રિવિઝનની કમિટીની માંગણી સાથે કેઝ્‍યુઅલ/કોન્‍ટ્રાક્‍ટ મજૂરોની માંગણીઓને પણ ઉઠાવવામાં સ્‍પષ્ટ આહવાન કરવામાં આવેલ.ધરણાં કાર્યકર્મનો શુભારંભ કોમ.સુદીપ દત્તા CITUના ઓલ ઈન્‍ડિયા પ્રેસિડેન્‍ટએ પોતાના સંબોધન કરેલ.

દિલ્‍હી જંતર મંતર ખાતે વરસતા વરસાદમાં ધરણાંમાં NCCPAના સેક્રેટરી જનરલ  કે.જી.જયરાજ BSNL કોઓર્ડિનેશન કમિટીના ઓલ ઈન્‍ડિયાના ચેરમેન  આર.મુરલીધરન નાયર, કન્‍વીનરશ્રી અનિમેષ ચંદ્રા મિત્રા, ૩. ઉન્‍વીનર પી.અભિમન્‍યુ, BSNL એમ્‍પલોઈઝ યુનિયનના ઓલ ઈન્‍ડિયા પ્રેસિડેન્‍ટ  એમ. વિજયકુમાર, AIBDPAના ઓલ ઈન્‍ડિયા પ્રેસિડેન્‍ટ  એમ.આર.દાસ વિગેરે આગેવાનોએ સંબોધન કરેલ. BSNL કોઓર્ડિનેશન કમિટીના બેનર હેઠળ યોજાયેલ જંતર મંતર દિલ્‍હી ખાતેના ધરણાંમાં ભારતભરમાંથી કુલ ૧૩૦૦ BSNL કર્મચારીઓ અને પેન્‍શનર્સનો સાથે ગુજરાતમાંથી પણ ૫ ૪૭ સભ્‍યોએ BSNL કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન શ્રીમનુભાઈ ચનિયારા શ્રી નિરવકુમાર જે પરમાર કન્‍વીનરની આગેવાનીમાં ભાગ લીધેલ. 

(1:10 PM IST)