News of Thursday, 20th August 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮ર.પ૦ કરોડના વિકાસ કાર્યો તૈયારઃ નાયબ મુખ્યમંત્રીના આગમનની સંભાવના
શીવરાજપુર, હર્ષદ તથા ઇન્દ્રેશ્વર ભાણવડમાં

(કૌશલ સવજાણી દ્વારા) જામનગર તા. ર૦: દેવભૂમી દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળે ૧૮ર.પ૦ કરોડના વિકાસ કાર્યો તૈયાર થઇ ગયા હોય તથા ઉદ્ઘાટન લોકાર્પણની રાહ જોતા હોય તથા આવડી મોટી રકમના વિકાસ કાર્યો હોય ર૩/૮ આસપાસ રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આગમન થાય તેવી સંભાવના હોય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
શીવરાજપુર બીચમાં ૧પ૦ કરોડના વિવિધ વિકાસ કાર્યો તૈયાર થઇ ગયા છે જેમાં બીચના વિકાસ તથા લોકોની સગવડતાઓને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કાર્યો થયા છે તેનું લોકાર્પણ થશે આ ઉપરાંત દ્વારકા જિલ્લાના હર્ષદ યાત્રાધામના વિકાસ માટે પ્રથમ તબકકામાં ૭ાા કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તૈયાર થઇ ગયા હોય તેનું પણ લોકાર્પણ થશે તો દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઇન્દ્રેશ્વર મહાદેવ કે જયાં પાંચ કરોડના ખર્ચે વિકાસ કાર્યો મંજુર થયેલા તે પછી છેક રપ કરોડના વિકાસ કાર્યો થયા ત્યાં પણ લોકાર્પણ થયાના વિકાસ કાર્યો તૈયાર છે જે તમામના લોકાર્પણ થશે જેથી લોકોને સગવડો પ્રાપ્ત થાય.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ખંભાળિયા ભાણવડમાં બનેલા રપ કરોડ ઉપરાંતના સ્પોર્ટસ સંકુલોને પણ લોકાર્પણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવવાના હતા પણ તે પછી ઓનલાઇન લોકાર્પણ થયું ત્યારે હવે ૧૮ર.પ૦ કરોડના વિકાસ કાર્યો માટે નાયબ મુખ્યમંત્રી સંઘવીનું આગમન થશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
