<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

તેરા તુજકો અર્પણઃ ગોંડલ તાલુકા પોલીસે ૯ લાખના દાગીના અરજદારને પરત કર્યા

અરજદારે સંબંધીને પહેરવા આપેલ દાગીના પોલીસે પરત અપાવ્‍યા

રાજકોટ, તા. ર૦: ગોંડલ તાલુકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગર્તત અરજદારને ૯ લાખના દાગીના પરત કાર્ય હતા.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા દ્વારા તેરા તુજકો અર્પણ પ્રોજેકટ હેઠળ કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસે અરજદારના સંબંધીને અરજદારશ્રીએ પહેરવા માટે આપેલ પોતાના દાગીના અવાર નવાર માંગવા છતા પરત ન આપતા હોવાનું જણાવેલ હોય અરજદારના સોનાના દાગીના તેઓના સબંધી અશોકભાઇ ચનાભાઇ જમાંડ રહે. જેતપુર વાળા પાસેથી પોીસ ઇન્‍સ્‍પેકટર જે.એ. ખાચરએ પરત મેળવી અરજદારના સોનાના દાગીના કિ. ૯ લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્તક કર્યુ હતું.

આ કાર્યવાહી પીઆઇ યુ.આર. ડામોર,  પીઆઇ જે.એ. ખાચર, એચસી પ્રદીપસિંહ ગુણવંતસિંહ જાડેજા, પીસી કમલેશભાઇ ખુશાલભાઇ કર્મજળીયા તથા પીસી જયસુખભાઇ આતુભાઇ જીંજાળા સહિતના સ્‍ટાફે કરી હતી

(11:49 AM IST)