<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રાજકોટ જીલ્લામાં જુગારના વધુ ૧૧ દરોડાઃ ૧૧ મહિલા સહિત ૫૯ શખ્‍સો પતા ટીંચતા પકડાયા

જામકંડોરણાના સનાળા ગામે ૬, જામકંડોરણામાં બે સ્‍થળે ૭, ઢાંક ગામે ૪, ધોરાજીના ભૂતવડમાં ૫, પડધરીમાં ૫, શાપરમાં ૭, કાંગશીયાળીમાં ૭, ગોંડલના નવા ગામમાં ૬, મેટોડા વાડીમાં ૮ અને ગોંડલના ચોરડીમાં જુગાર રમતા ૪ પકડાયા

રાજકોટ તા.૨૧: રાજકોટ જીલ્લામાં જુગારના વધુ ૧૧ દરોડામાં ૧૧ મહિલા સહિત ૫૯ શખ્‍સોને પોલીસે પતા ટીંચતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં જામકંડોરણા પોલીસે સનાળા ગામે પટેલ સમાજની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભીખાભાઇ રવજીભાઇ વઘાસીયા ધંધો ખેતી (ર) પંકજભાઇ વજુભાઇ પોકીયા  (૩) હાર્દિકભાઇ જેન્‍તીભાઇ પોકીયા (૪) વિપુલભાઇ મગનભાઇ પોશીયા (પ) લખમણભાઇ દેવાભાઇ શિયાળ તથા (૬) હરસુખભાઇ સાંગાભાઇ સરસીયા ધંધો મજુરી રહે. તમામ સનાળા ગામને રોકડા રૂા. ર૮,પ૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા ઇન્‍દીરાનગર દે. પુ.વાસમાં રેઇડ કરી જુગાર રમતા (૧) પ્રેમ ઉર્ફે કાળુ નરેશભાઇ રાજગર,  રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર, (ર) અસ્‍લમભાઇ ઓસમાણભાઇ કુરેશી ધંધો મજુરી, રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર તા. જામકંડોરણા તથા (૩) રાહુલભાઇ ભુરાભાઇ સોલંકી ધંધો મજુરી રહે જામકંડોરણા ગોંડલ રોડને રોકડા રૂા. ૭૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા ઇન્‍દીરા સર્કલ નગર દશામાંના મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અશોક છગનભાઇ પરમાર, (ર) ભીખુ બચુભાઇ વાઘેલા, (૩) ગોગન નરશીભાઇ ચારોલીયા, (૪) અજય રૂપસિંગ ચારોલીયા રહે. બધા જામકંડોરણા ઇન્‍દીરાનગર દેવીપુજક વાસને રોકડા રૂા.૧૩૮૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ભાયાવદર પોલીસે ભીમપાણા શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અનક ઉર્ફે અનકો શાર્દુલભાઇ જળુ, (ર) અનિરૂધ્‍ધભાઇ બાવકુભાઇ માંકડ (૩) શીવરાજ ગોલણભાઇ કહોર તથા (૪) લતેશ વાસુરભાઇ માંકડ રે.તમામ ઢાંક તા.ઉપલેટાને રોકડા રૂા.૧૧,૩૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ભુતવડ ગામે રામજી મંદીર પાછળની શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) મનસુખભાઇ હંસરાજભાઇ બારૈયા ધંધો મજુરી (ર) અરવિંદભાઇ કાનાભાઇ  બારૈયા ધંધો મજુરી,(૩) વિનેશભાઇ કાળાભાઇ બારૈયા ધંધો મજુરી (૪) પ્રવિણભાઇ ધીરૂભાઇ બારૈયા ધંધો મજુી તથા (પ) જીતેન્‍દ્રભાઇ ભીખાભાઇ બારૈયા ધંધો મજુરી રે. તમામ ભુતપવડ ગામને રોકડા રૂા. ૧૦,રપ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં પડધરી પોલીસે આંબેડકરનગર પડધરીમાં રેઇડ કરી જુગાર રમતા (૧) પ્રમોદ દિનેશભાઇ ડાભી, (ર) હંસાબેન જાદવભાઇ પાટડીયા, (૩) હીનાબેન લખનભાઇ વાંસફોડા, (૪) નીતાબેન વિજયભાઇ નગાણી ધંધો.ઘરકામ તથા (પ) ભાવનાબેન મુકેશભાઇ પરમાર રહે.તમામ આંબેડકરનગર પડધરીને રોકડા રૂા.૧૦,૪૫૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

સાતમાં દરોડામાં શાપર-વેરાવૃ પોલીસે રાજપથ સીએસ્‍ટા ડી.વીંગ બ્‍લોક નં. ૬૦૧માં  આરોપી વિજય બાબુભાઇ રાદડીયાના કબ્‍જા ભોગવટા વાળા રહેણાંક મકાને રેઇડ કરી જુગાર રમતા (૧) વિજય બાબુભાઈ રાદડીયા, ધંધો.વેપાર, રહે.કાંગશીયાળી, ફ્‌લેટ ડી ૬૦૧, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, (૨)ગીતાબેન વા/ઓ વીજયભાઇ રાદડીયા  ધંધો-ઘરકામ રહે.કાંગશીયાળી, ફ્‌લેટ ડી૬૦૧, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, જી.રાજકોટ (૩) સવીતાબેન વા/ઓ વીજયભાઈ ગુસાઇ ધંધો-ઘરકામ રહે. રહે.કાંગશીયાળી, ફ્‌લેટ ડી૩૦૨, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, (૪) લતાબેન વા/ઓ વિનુભાઈ સખીયા ધંધો-ઘરકામ રહે, કાંગશીયાળી ફ્‌લેટ ડી૧૦૨, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, (૫)ભાવનાબેન જગદીશભાઇ મહેતા  રહે કાંગશીયાળી ફ્‌લેટ એચ ૨૦૧, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, (૬) સુશીલાબેન ભગવાનજીભાઈ રતનઘાયરા જાતે લોહાણા, ઉ.વ.૭૦, ધંધોરણમકામ રહે. કાંગશીયાળી, ફ્‌લેટ એચ ૨૦૩, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે,  તથા (૭)રમાબેન જેન્‍તીભાઇ પેથાણી  રહે કાંગશીયાળી, ફ્‌લેટ જી ૪૦૪, રાજપથ સીએસ્‍ટા બિલ્‍ડીંગ, કલ્‍પવન પાસે, ને રોકડા રૂા.૪૩,૪૦૦, બે વાહનતથા ૭ મોબાઇલ મળી કુલ ૪,૯૩,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

આઠમાં દરોડામાં રૂરલ એલ.બસી.બી.એ. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે રોડ કાગશિયાળી ગામની સીમમાં આવેલ (૧) જેન્‍તીભાઇ અમૃતલાલ ડેડાળીયા, ધંધો વેપાર, રહે. રાજકોટ, શ્રી કોલોની સોસાયટી નાનામૌવા રોડ, રાજકોટના કાંગાળીયાળી ગામ  સ્‍થિત કારખો રેઇડ કરી  (ર) મુકેશભાઇ નારણભાઇ ભલાણ પટેલ, શિલ્‍પન એપાર્ટમેન્‍ટ ૮૦ ફૂટ રોડ પુનિતનગર (૩) ચીરાભાગઇ રમેશભાઇ ઉજિયા પટેલ, નોકરી રહે. રાજકોટ, મહાલક્ષી કૃપા વિષ્‍ણુનગર શેરી નં. ર ઉર્મિયા ચોકની બાજુમાં મવડી સર્કલ પાસે (૪) વિજયભાઇ બાબુભાઇ દેકીવાડીયા પટેલ, ધંધો સિલાઇ કામ રહે. રાજકોટ મવડી ચોકડી બાપાસીતારામ ચોક શ્રી હરિ સાોસયટી-૧૮ (પ) અજીત વલ્લભભાઇ કટારીયા જાતે પટેલ (ઉ.વ.૪પ) નોકરી રહે. રાજકોટ અંબિકાટાઉન શિપ શ્‍યામકુંજ-૧-ડી-પ૦૩ (૬) મયુર રમેશભાઇ ભલાણી જાતે પટેલ  ઉ.વ.૩૧, કડિયાકામ રહે. અંરિકાટાઉનશીપ રાધેકૃષ્‍ણ ફલેટ નં. ૧૦ર તથા (૭) રમેશ મનજીભાઇ ભલાણી, રહે.ર ાજકોટ અંબીકા ટાઉશીપ રાઘે ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

નવમાં દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ચોરડી ગામે મફતીયાપરા વિસ્‍તારમાં વિજય પરષોતમભાઇ ઓળવીયાના ગોડાઉનની પાસે રેઇડ કરી જુગાર રમતા (૧) વિજય પરષોતમભાઇ ઓળવીયા ધંધો.મજુરી, (ર) રવજી ધીરૂભાઇ સોલંકી ધંધો.મજુરી, (૩) રાજુ બાબુભાઇ ઓળવીયા ધંધો.મજુરી રે.તમામ ચોરડી ગામને રોકડા રૂા.૫૨૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

દસમાં દરોડોમાં મેટોડા જીઆઇડીસી પોલીસે દેવગામથી રાજકોટ, કાલાવડ રોડ પર આવેલ સંજયભાઇ વલ્લભભાઇ ભુત રહે. રાજકોટ વાળાની માલીકીની વાડીની કબ્‍જા ભોગવટાની ઓરડીમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) સંજય વલ્લભભાઇ ભુત ધંધો વેપાર રહે. ૮૦ ફુટ રોડ પુનીતનગર આદર્શ સોસાયટી બ્‍લોક નં. ર૦ રાજકોટ મુળગામ દેવગામ તા. લોધીકા (ર) સંકેત બટુકભાઇ સાવલીયા ધંધો વેપાર રહે. જીવરાજ પાર્ક સિધ્‍ધી હાઇટસ ૧૪૦૪ રાજકોટ (૩) દિપક જેન્‍તીભાઇ વાઘેલા ધંધો વેપાર રહે. નિકાવા બસ સ્‍ટેશન પાછળ તા. કાલાવડ (૪) મહેશ માધાભાઇ ભુત ધંધો ખેતી રહે. આણંદ પર તા. કાલાવડ (પ) અશોક નરશીભાઇ ભુત ધંધો ખેતી રહે. છાપરા રામ મંદિર પાછળ તા. લોધીકા (૬) મનસુખ ચનાભાઇ ભુત ધંધો ખેતી રહે. છાપરા તા. લોધીકા (૭) શકિતસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા ધંધો વેપાર રહે. શીશાંગ તા. કાલાવડ તથા (૮) નીતિન ગોધરનભાઇ સાવલીયા જાતે પટેલ ધંધો વેપાર રહે. લાલપુર ચોકડી પાસે જામનગરને રોકડા રૂા. ૯૭,૭૦૦ તથા એક કાર કિ. ૧ર લાખ મળી કુલ ૧ર.૮૭,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

૧૧માં દરોડામાં સુલતાનપુર પોલીસે નવાગામ ગામે ખોડિયારપરા શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) નવલગીરી ગુલાબગીરી ગોસ્‍વામી ધંધો.ખેતી રહે.નવાગામ તા.ગોંડલ, (ર) મુળજી ઉર્ફે દડુ કરમશીભાઇ વિરાણી ધંધો.મજુરી રહે.લીલાખા ભાદર ડેમ તા.ગોંડલ, (૩) દિપક કાળુભાઇ મકવાણા ધંધો.મજુરી, રહે.નવાગામ તા.ગોંડલ (૪) મનીષાબેન વા/ઓ અજયભાઇ મોરબીયા રહે.નવાગામ તા.ગોંડલ તથા (૫) પ્રિયાબેન વા/ઓ દિપકભાઇ મકવાણા રહે.નવાગામ તા.ગોંડલને રોકડા રૂા.૫૩૧૦, મોબાઇલ અને બાઇક મળી કુલ ૩૦,૩૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમ્‍યાન હરેશ ઉર્ફે હરી રમેશભાઇ વાગડીયા રે.નવાગામ નાસી છુટયો હતો.

(12:02 PM IST)