News of Friday, 21st August 2026
ધોરાજીમાં રસ્તાઓની હાલત બિસ્માર:શહેરના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડ્યા
ખાડાઓમાં ડામરથી પેચવર્ક કરવાની જગ્યાએ કપચી અને મોરમ નાખીને ખાડા પૂરવામાં આવ્યા:નગરજનોનો દાવો છે કે, જો સામાન્ય વરસાદ પડશે તો આ કપચી-મોરમ ધોવાઈ જશે અને ફરી રસ્તાઓમાં ખાડા પડશે

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓની હાસત બિસ્માર છે.શહેરના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે..જેના કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે ..સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડાઓમાં ડામરથી પેચવર્ક કરવાની જગ્યાએ નગરપાલિકા દ્વારા કપચી અને મોરમ નાખીને ખાડા પૂરવામાં આવ્યા હતા નગરજનોનો દાવો છે કે, જો સામાન્ય વરસાદ પડશે તો આ કપચી-મોરમ ધોવાઈ જશે અને ફરી રસ્તાઓમાં ખાડા પડશે.
તહેવારના સમયે રસ્તાની આવી હાલતથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર કામચલાઉ રોડનું સમારકામ થઈ રહ્યું છે. ધોરાજીના સ્ટેશન રોડ, ઉપલેટા રોડ ગેલેક્સી, ચોક પોસ્ટ ઓફિસ, ચોક ત્રણ દરવાજા, સોની બજાર શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડની હાલત બિસ્માર છે .
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
