News of Saturday, 22nd August 2026
પોરબંદર એલસીબીનો સપાટોઃ કુતિયાણાના ટીંબીનેસ ગામમાંથી નકલી-ભેળસેળયુક્ત દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ :૩૦ લિટર શંકાસ્પદ દૂધ જપ્ત
ભેળસેળયુક્ત દૂધ બનાવવા માટે વપરાતો સ્કીન મિલ્ક પાવડર, અડધા ભરેલા બાચકા અને તેલના ડબ્બા મળી આવ્યા : આરોપી વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હેઠળ કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર, તા.,૨૨ : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા પોરબંદર જિલ્લામાં ભેળસેળયુક્ત બનાવટી/નકલી દૂધનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ સઘન અને અસરકારક કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના અન્વયે પોરબંદરની ટીમ દ્વારા બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરના નટવરભાઈ ઓડેદરાને મળેલ હકીકત આધારે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીંબીનેસ ગામમાં રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતર શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી/સંગ્રહ કરતો હોવાની માહિતી મળી હતી.
જે હકીકત આધારે ટીંબીનેસ રબારીકા જય માતાજી દુધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતરના રહેણાંક મકાને જઈ તપાસ હાથ ધરતા સ્થળ પરથી ૩૦ લીટર જેટલું શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ તથા દૂધ બનાવવાનો સ્કીન મિલ્ક પાઉડરના ૨૫-૨૫ કિલોના બાચકાઓ નંગ-૦૩ તથા ૨૫-૨૫ કિલોના અડધા ભરેલા બાચકા નંગ-૦૨ મળી કુલ-૭૫ કિલો દુધનો પાઉડર તથા પામોલીન તેલના ડબ્બા નંગ-૧૪ વિગેરે દુધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવતા તુરંત જ આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી વી.જે.ડાભી સાહેબને જાણ કરતા ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી દ્વારા જરૂરી શંકાસ્પદ દૂધના સેમ્પલો તપાસણી અર્થે જપ્ત કરી બનાવટી દૂધનો સ્થળ પર નાશ કરી મળી આવેલ અન્ય સામગ્રી સરમણ ગોગનભાઈ કોડીયાતર વિરુદ્ધમાં જ્ંફુ ર્ીઁફુ ફુશ્વયતિં કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
