News of Saturday, 22nd August 2026
PGVCL જામનગર સર્કલમાં વિજિલન્સનો સપાટોઃ ૫ દિવસમાં ૪૭૭૩ કનેક્શન ચેક, ૭૮૪ વીજચોરી પકડાઇ, રૂ.૬.૨૩ લાખના બિલ ફટકાર્યા
જામનગર અને દ્વારકા જિલ્લામાં ૭૨ ટીમો દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ - જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, ઓખામંડળ, ખંભાળિયામાં કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: પીજીવીસીએલ જામનગર સર્કલ હેઠળ તા.૧૭.૦૮.૨૦૨૬ થી ૨૧.૦૮.૨૦૨૬ દરમિયાન સઘન વિજિલન્સ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
આ ડ્રાઈવમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં જામનગર સિટી વિસ્તાર ઉપરાંત જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુર અને કલ્યાણપુર, ભાણવડ, ઓખામંડળ, ખંભાળિયા તાલુકાઓના ગામડાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું. PGVCLની ૭૨ જેટલી ટીમો દ્વારા આ મેગા ડ્રાઈવમાં કામગીરી કરવામાં આવી હતી.
કુલ ટીમ ૭૨, ચેક કરેલ કનેક્શન ૪૭૭૩, પકડાયેલ વીજચોરી / અનિયમિત કનેક્શન ૭૮૪, અંદાજિત આકારણી (દંડ) રૂ.૬૨૩ લાખનું બિલ ફટકાર્યુ છે.
વીજચોરી અટકાવવા અને લાઈન લોસ ઘટાડવા માટે PGVCL દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
