News of Saturday, 22nd August 2026
નવા મંજુર થયેલા સાસણ પોલીસ સ્ટેશનનું કાલે કોૈશિક વેકરીયાના હસ્તે લોકાર્પણ
પી. આઇ. સહિત ૭૨નો સ્ટાફ ફાળવવામાં આવ્યોઃ જૂનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: હોટેલ ઉમંગ પાસે રામેશ્વર સોસાયટી એસબીઆઇ બેંક રોડ પાસે ગુજરાત સરકાર દ્વારાનવીન મંજુર થયેલ સાસણ પોલીસ સ્ટેશનનું તા.૨૩ને રવિવારના રોજ બપોરે ૧ કલાકે મંત્રી કોૈશિકભાઇ વેકરીયાના હસ્તે લોકાપર્ણ કરવામાં આવનાર છે.
એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યુ હતું કે મેંદરડા પોલીસ સ્ટેશનની સાસણ આઉટ પોસ્ટને અપગ્રેડ કરી સાસણ પોલીસ સ્ટેશન મંજુર કરાયુ છે.
જેમાં ૧ પોલીસ ઇન્સ ૧ પીએસઆઇ ૫ એએસઆઇ ૨૩ હેડકોન્સ ૩૧ પોલીસ કોન્સ ૨ એએએસઆઇ ૨ ડીઆર પીસી કુલ ૭૨નો સ્ટાફ ફાળવવામાં આવેલ છે.
આ વિસ્તારના સાસણ ટાઉનના હરિપર ભાલછેલ તેમજ નાજાપર કરશનગઢ ગડકીયાનેસ માલણકા સુરજગઢ વાણીયા વાડનેસ ગુંદીયાળી રાણીધાર કઠાડાનેસ અમરાપુર કાઠીના ખાડાનેસ દુધાડાનેસ ગંગાજળીયા નેસસાંડાબેડનેસ સહિતનો આ પો.સ્ટે.માં સમાવેશ કરાયા છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
