<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે પવિત્રાના હારના વાઘા અને પવિત્રાનો શણગાર

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન

રાજકોટ તા.૨૩: ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે તારીખ:23-08-2026ને રવિવારના રોજ શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને પવિત્રા એકાદશી નિમિત્તે  પવિત્રાના હારના વાઘા અને પવિત્રાના શણગાર કરાયો છે.

    . સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. 

પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા  દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળાની અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી તમામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સૌ હરિભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવવા હાર્દિક નિમંત્રણ છે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(11:36 AM IST)