<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ખોટા પાના ઉભા કરી સરકારી દફતરોમાં ચેડાં : વાડીનાર ગામે તત્કાલીન બે તલાટી કમ મંત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

વર્ષ 2003, 2004 અને 2005 દરમિયાન સરકારી રેકર્ડમાં છેડછાડ કરાઈ હોવાનો આક્ષેપ: ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારીએ વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

દેવભૂમિદ્વારકાના ખંભાળીયાના વાડીનાર ગામે તત્કાલીન બે તલાટી કમ મંત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે . ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ખોટા પાના ઉભા કરી સરકારી દફતરોમાં ચેડાં કર્યાનો આરોપ લાગ્યો છે . ખોટા દસ્તાવેજોને અસલી દસ્તાવેજો તરીકે રજૂ કરી છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે . વર્ષ 2003, 2004 અને 2005 દરમિયાન સરકારી રેકર્ડમાં છેડછાડ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે  ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારીએ વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . તત્કાલીન તલાટી કમ મંત્રી બી.એન. વાઘેલા અને સુરેશ એમ. મોટાણી સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:27 PM IST)