તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 24th August 2026
જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞાનુષ્ઠાન યોજાયું : સંતો-મહંતોએ વિધિવત આહુતિઓ અર્પી
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં મુક્તાનંદજી મહારાજ, ઝીણારામજી મહારાજ, આત્માનંદજી સરસ્વતી અને રવુબાપુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવોના મંત્રોચ્ચારથી ગુંજી ઊઠ્યું આશ્રમ પરિસર

જાળિયાઃ ગોહિલવાડના સુપ્રસિદ્ધ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક યજ્ઞાનુષ્ઠાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશ્વાનંદ માતાજીના નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ વિશેષ ધાર્મિક ઉત્સવમાં વિવિધ સંતો, મહંતો અને ધાર્મિક-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને યજ્ઞમાં પવિત્ર આહુતિઓ અર્પી રહ્યા છે.
આ ધાર્મિક પ્રસંગે સાધુ પરંપરામાં અગ્રણી સ્થાન ધરાવતા મુક્તાનંદજી મહારાજ, સિહોરના ઝીણારામજી મહારાજ, જાણીતા કથાકાર તથા વક્તા આત્માનંદજી સરસ્વતી તેમજ આંબલા સ્થિત શ્રી વાંકિયા હનુમાનજી જગ્યાના રવુબાપુએ ખાસ ઉપસ્થિત રહીને યજ્ઞ પૂજન અને વંદનામાં ભાગ લીધો હતો. આ તમામ સંતો-મહંતો દ્વારા યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પીને લોકકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.
પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આશ્રમ ખાતે ચાલી રહેલી વિવિધ યજ્ઞ પૂજન વિધિમાં અનંતભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ભૂદેવો વિધિવત મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જેમાં વિશાલભાઈ જાની, કપિલભાઈ રાજ્યગુરુ અને મનોજભાઈ મહેતા સહિતના ભૂદેવો શાષાોક્ત વિધિથી યજ્ઞ કાર્ય સંપન્ન કરાવી રહ્યા છે. આ આયોજનમાં આશ્રમ પરિવારના સેવકો ઉપરાંત મોટી સંખ્યામાં ધાર્મિક અને સામાજિક મહાનુભાવો જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
