<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

‘એક પેડ માં કે નામ' અભિયાનની સાથે દરેક વ્‍યક્‍તિ પોતાના નામે પાંચ વૃક્ષો વાવવાનો સંકલ્‍પ કરેઃ કૌશિકભાઈ વેકરીયા

અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્‍સવ ઊર્જા અને કાયદો રાજ્‍યમંત્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયોઃ વન મહોત્‍સવમાં વળક્ષ ઉછેર કરનારા લાભાર્થીઓનું સન્‍માન સાવરકુંડલા-લીલીયા મતવિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા,અમરેલી પાલિકા પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા,વરિષ્ઠ વન અધિકારી ડો. રામ મોહન,નાયબ વનસંરક્ષક અમરેલી ડી.એસ. ભારાઈ સહિતનાએ વળક્ષ રથને લીલીઝંડી દર્શાવી જિલ્લામાં પ્રસ્‍થાન કરાવ્‍યું


 

અમરેલી, તા.૨૩: અમરેલી ખાતે ઊર્જા અને કાયદો રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો ૭૭મો વન મહોત્‍સવ શાંતા બહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્‍પસમાં  યોજાયો હતો. સાવરકુંડલા અને લીલીયા મતવિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા અને અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓને મહાનુભાવોએ પ્રોત્‍સાહિત અને પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે પોતાના ઉદ્વોધનમાં રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં વન મહોત્‍સવની શરૂઆત કરી હતી.  દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ‘એક પેડ મા કે નામ' અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો છે. આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વળક્ષ વાવી તેનો ઉછેર કરવા માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે. તેમણે આહ્વાન કરતાં જણાવ્‍યું હતું કે, આપણે સૌ માતાના નામે વળક્ષો વાવીએ તેની સાથે દરેક વ્‍યક્‍તિએ પોતાના નામે પણ ઓછામાં ઓછા પાંચ વળક્ષો વાવવાનો સંકલ્‍પ કરવો જોઈએ. પોતાના ગામ, વાડી કે ગામના ગોંદર જેવા યોગ્‍ય સ્‍થળોએ આ વળક્ષો વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ.

રાજ્‍યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વન કવચના નિર્માણ માટે વન વિભાગ દ્વારા વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. રાજ્‍યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્‍યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના નેતળત્‍વમાં અમરેલી જિલ્લામાં પણ વિવિધ સ્‍થળોએ વન કવચ નિર્માણની કામગીરી ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૧ જેટલા વન કવચનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્‍યું છે. આગામી દિવસોમાં વધુ મોટા પ્રમાણમાં વન કવચનું નિર્માણ કરવામાં આવશે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૮ હેક્‍ટર વિસ્‍તારમાં વધુ ૮ નવા વન કવચનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે શાંતાબહેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્‍પસમાં ડી.એલ.એસ.એસ. યોજના હેઠળના વિવિધ રમતના ખેલાડીઓને રાજ્‍ય કક્ષાએ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં કેમ્‍પસના વિદ્યાર્થીઓએ વળક્ષો ન કાપવા અંગે જાગળતિ દર્શાવતી સાંસ્‍કળતિક કળતિ રજૂ કરી હતી. પોતાના ખેતરમાં વળક્ષો વાવી અને તેનું સફળતાપૂર્વક ઉછેર કરનાર વિવિધ તાલુકાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મહાનુભાવોએ વળક્ષ રથને લીલી ઝંડી દર્શાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ વળક્ષ રથ નિશુલ્‍ક રોપા વિતરણ કરશે અને સમગ્ર જિલ્લામાં પરિભ્રમણ કરશે. મહાનુભાવોએ બીજ મેળાની પ્રદર્શની નિહાળી હતી અને કેમ્‍પસમાં વળક્ષારોપણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્‍યશ્રીઓ, તાલુકા પંયાતના સભ્‍યો, વરિષ્ઠ વન અધિકારી ડો. રામ મોહન, એસીએફ ધારી, એસીએફ ડો. રાજન જાદવ, અગ્રણીઓ નિકુલભાઈ માંડણકા, કિશોરભાઈ કાનપરિયા, મનસુખભાઈ, શ્રી દિનેશભાઈ ભુવા, સંસ્‍થાના કેમ્‍પસ ડાયરેક્‍ટર વસંતભાઈ પેથાણી, ટ્રસ્‍ટી સી.પી. ગોંડલિયા સહિતના અગ્રણીઓ, વનવિભાગના અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:32 AM IST)