<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાણાવાવના અણિયારામાં જુગાર રમતા ૩ યુવાનો ૧૪૧૦૦ની રોકડ સાથે ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૪: રાણાવાવના અણિયારામાં તળાવ પાસે જુગાર રમતા ૩ યુવાનોને ૧૪૧૦૦ થી રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. આર.વી.મોરી તથા સ્‍ટાફના પેટ્રોલીંગ દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ. સંજય વાલાભાઇ તથા જયમલ સામતભાઇ નાઓને બાતમી આધારે અણીયારી ગામ તળાવ પાસે જુગાર રમતા રમેશ બીજલભાઇ ચુડાસમા, કેતન લીલાભાઇ વાશણને ૧૪૧૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

આ જુગાર પકડવાની કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. શ્રી બી.જી.ડાંગર  તથા પો.સબ.ઇન્‍સ. આર.વી.મોરી, તથા પો.હેડ.કોન્‍સ. બી.જે.દાસા, એ.કે.લુવા, કે.પી.ઝાલા તથા પો.કોન્‍સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી

(10:42 AM IST)