News of Monday, 24th August 2026
ટંકારાના ખીજડીયા ગામમાં અનિલ પંચોલીએ ઝેર પી આપઘાત કર્યો
મુળ એમપીના યુવાનનું રાજકોટમાં મૃત્યુઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૪: ટંકારાના ખીજડીયા ગામમાં આવેલી મયુરસિંહની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ મોટા ખીજડીયા ગામે આવેલી મયુરસિંહની વાડીમાં પરિવાર સાથે રહેતાં અનિલ રમેશભાઇ પંચોલી (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે ચારેક વાગ્યે વાડીએ ઝેર પી લેતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને કરી હતી.
આપઘાત કરનાર અનિલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. સગાના કહેવા મુજબ અનિલને દારૂ પીવાની ટેવ હતી. નશામાં જ કદાચ તે ઝેરી દવા પી ગયો હતો. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને અંતિમવિધી માટે પરિવારજનો વતન મધ્યપ્રદશે લઇ ગયા હતાં.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
