<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જામનગર જિલ્લા સહકારી બેંકને ‘વી ટીવી'નો પ્રતિષ્‍ઠિત એવોર્ડ અર્પણ

જીતુભાઇ લાલના નેતૃત્‍વ હેઠળ હાલારના સહકારી ક્ષેત્રની કેન્‍દ્રબિંદુરૂપ બેંકની પ્રગતિ, નવીનીકરણ અને બેંક પરિવારના સામૂહિક પ્રયાસોને મળ્‍યું સન્‍માન

(મુકુન્‍દ બદિયાણી દ્વારા) જામનગર, : જિલ્લા સહકારી બેંકને ગુજરાતી ન્‍યુઝ ચેનલ દ્વારા બેકિંગ ક્ષેત્રે પ્રતિષ્‍ઠત ‘‘ઇમેર્જીંગ બેન્‍કિંગ એવોર્ડ'' થી સન્‍માનિત કરવામાં આવી છે.

રાજ્‍યના આ સહકાર ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્‍યના સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંકની સતત પ્રગતિ, આધુનિક બેંકિંગ તરફના અભિગમ, ટેકનોલોજી આધારિત સેવાઓ તથા ગ્રાહકકેન્‍દ્રિ કામગીરીની મહત્‍વપૂર્ણ ઓળખરૂપ આ ગૌરવ હાંસલ થતાં રાજ્‍ય સ્‍તરના સહકારી ક્ષેત્રમાં તેની નોંધ લેવાશે.

જામનગર જીલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલ ના દૂરંદેશી દૃષ્ટિકોણ અને બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સના સતત માર્ગદર્શન, સહકાર અને સભાસદોના વિશ્વાસથી બેંક વિકાસ અને પ્રગતિના નવા આયામો સર કરી રહી છે, તેનું આ શ્રેષ્‍ઠ ઉદાહરણ છે. આ એવોર્ડ સ્‍વીકારતા બેંકના જનરલ મેનેજર અને કાર્યવાહક સી.ઇ.ઑ./ડો.મૌનીલ હાથીએ જણાવ્‍યું હતું કે સન્‍માન સમગ્ર જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંક પરિવાર માટે જ નહિ સમગ્ર સૌરાષ્‍ટ્રના સહકાર ક્ષેત્ર માટે અત્‍યંત ગૌરવની બાબત છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ સન્‍માન બેંકના દરેક ગ્રાહક, ખેડૂત, સભાસદ, કર્મચારી, અધિકારીગણ તથા સમગ્ર હિતધારક પરિવારના વિશ્વાસ, સહકાર અને યોગદાનનું પ્રતિબિંબ છે.

આ પ્રતિષ્ઠિત સન્‍માન થકી નવી ઊર્જા અને પ્રેરણા સાથ બેંકને આગામી સમયમાં પણ વધુ  પ્રોત્‍સાહન મળશે અને ‘‘વિકસિત ભારત''ના સંકલ્‍પને સાકાર કરવામાં પોતાનું યથાશક્‍તિ યોગદાન આપશે તેમ જણાવેલ.

(11:14 AM IST)