News of Monday, 24th August 2026
જસદણમાં મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરતા પ્રવિણ અને વિશાલ ઝડપાયા
જસદણ પોલીસ પીઆઇ જે.પી.ગોસાઇના માર્ગદર્શન હેઠળ ટીમે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી રોમીયોગીરીનું ભૂત ઉતારી નાખ્યુ

(નરેશ ચોટાલીયા દ્વારા) જસદણ, તા. ર૪: જસદણ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આવારા ગરદી રોમીયોગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જસદણ પોલીસની ટીમે શહેરના ભદ્ર સમા વિસ્તાર એવા ચિતલીયા રોડ એરીયામા જાહેરમાં એકલ દોકલ મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા કરી અશોભનીય વર્તન કરતા બે યુવા વયના નવલોયા ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી આવારા ગર્દીનું ભૂત ઉતારી દીધું હતું. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને જસદણ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તીની સૂચના મુજબ જસદણ પોલીસ દ્વારા મહિલાઓની અવર જવર વાળા વિસ્તારોમાં સાદા કપડામાં પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન જસદણ ચિતલીયા રોડ ઉપર બે ઇસમો જાહેરમાં ઉભા રહી મહિલાઓ સામે બિભત્સ ચેનચાળા અને અશોભનીય વર્તન કરતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક રોમીયોગીરી કરતા પ્રવિણ વાલજીભાઈ હાંડા (ઉં.વ. ૨૦ રહે. પોલારપર રોડ, જસદણ) તથા વિશાલભાઈ વિનુભાઈ બાવળિયા (ઉં.વ. ૨૧, રહે. પોલારપર રોડ, જસદણ) સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે જી.પી. એક્ટની કલમ ૧૧૦ તથા ૧૧૭ મુજબ અલગ-અલગ ગુનાઓ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જસદણ પીઆઇ જે.પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પ્રવીણભાઈ મેડા તેમજ WPC કાજલબેન વાટુકિયા, રીટાબેન ધામેચા, અસ્મીતાબેન ગોસાઈ અને વિલાસબેન વાસાણી સહિતના ઓએ કામગીરી કરી હતી
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
