<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જામનગરમા ચંદ્રસિંહ રાઠોડની હત્‍યાઃ માનેલા દિયર સામે ભાભીની ફરિયાદ

હુસેન ઇસ્‍માઇલ સંધીએ ઉછીના રૂપિયાની લેતીદેતીમા છરીના ઘા ઝીંકી દીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: જામનગરના શંકર ટેકરી વિસ્‍તારમાં આવેલ સુભાષપરા ૧ માં પારસીના કબ્રસ્‍તાન પાછળ ચંદ્રસિંહ મેરુજી રાઠોડ નો મળતદેહ લોહી લોહાણ હાલતમાં મળી આવ્‍યો હતો.

મોડી રાત્રે આ ઘટનાને પગલે સીટીસી ડિવિઝન પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી જ્‍યાં પોલીસને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્‍યું કે, હુસેન ઇસ્‍માઇલ સંધિ નામના શખ્‍સે હાથ ઉછીના પૈસા લીધા હતા જેની ચંદ્રસિંહ પાસે ઉઘરાણી કરતા તેઓએ પૈસા પરત ન આપતા ગળે છરી મારી મોતને ઘાટ ઉતાર્યા નું સામે આવ્‍યું છે.

 જેને લઈને મળતકના પત્‍નીની ફરિયાદ નોંધી હત્‍યા નિપજાવનાર હુશેન કે જે ફરિયાદી લક્ષ્મીબેન ચૌહાણ ને ભાભી તરીકે સંબંધ રાખતા હતા.  ત્‍યારે પોતાના પતિને મોતને ઘાટ ઉતારનાર માનેલા દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે . (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 PM IST)