હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ : હાઈવે પર હેલ્મેટ ડ્રાઈવ અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ માટે સઘન ઝુંબેશ ચલાવવા સૂચના
હાપા ઓવરબ્રીજ પાસે રમ્બલ સ્ટ્રીપ મુકવા અને કનસુમરા પાટિયા સાંઢિયા પુલ પર રોડ માર્કિંગ-સાઈનેજ લગાવવા નિર્દેશ : રાહવીર અને પીએમ રાહત યોજનાની પ્રગતિની સમીક્ષા કરાઈ, ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ 2025 માટે નોમિનેશન મોકલવા ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરએ હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્મેટ પહેરવા અંગે વ્યાપક જનજાગૃતિ સેમિનારો યોજવા અને હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવા સૂચન કર્યું હતું. સાથે જ નાની ઉંમરથી જ બાળકો વાહન વ્યવહાર અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય તે માટે શાળાઓમાં સઘન પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું.
માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે હાપા ઓવરબ્રીજ પાસે રમ્બલ સ્ટ્રીપ મૂકવા તેમજ કનસુમરા પાટિયા સાંઢિયા પુલ પર સ્પષ્ટ રોડ માર્કિંગ અને જરૂરી સાઈનબોર્ડ લગાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા અને ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ વર્ષ 2025 માટે યોગ્ય નોમિનેશન મોકલવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
બેઠક દરમિયાન શાળા-કોલેજો અને જાહેર સ્થળો પર ખાસ કાર્યક્રમો દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવા, જિલ્લા કક્ષાએ વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા અને જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ સાથે અકસ્માત સમયે નાગરિકોની મદદ માટેની રાહવીર યોજના અને પીએમ રાહત યોજનાના અમલીકરણની પ્રગતિ પણ ચકાસવામાં આવી હતી. સ્વૈચ્છિક સંસ્થા ટ્રેક્સ અને નયારા એનર્જી દ્વારા રોડ સેફ્ટી અંગે કરવામાં આવેલી કામગીરી અને સૂચનો અંગે પણ ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, આરટીઓ રાહુલ ચૌધરી સહિત રોડ સેફ્ટી કમિટીના વિવિધ વિભાગોના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
