હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાલપુર પોલીસ સ્ટેશનના વડ પાચસરા ગામની મેઘરવો સીમ વીસ્તારમા જાહેરમા જુગાર રમતા છ શખ્સોને રૂ.-૫૧૯૬૦ના મુદામાલ સાથે પકડી લેતી લાલપુર પોલીસ
બાતમીના આધારે વડ પાચસરા ગામની મેઘરવો સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા આરોપીને પકડી લીધા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નીર્લીપ્ત રાય (IPS) નાઓના પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેશો શોધી કાઢવા જણાવેલ હોય. જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ જામનગર જિલ્લામાથી દારૂ-જુગારની પ્રવુતી નાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચનાકરવામા આવેલ હોય તેમજ લાલપુર વીભાગ મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભાના માર્ગદર્શન મુજબ
લાલપુર પો.સ્ટે.ના (I/C)પોલીસ ઇન્સપેકટર એસ.પી. ગોહીલની સુચના મુજબ સ્ટાફના માણસો લાલપુર પો.સ્ટે. વિસ્તારમાં જુગાર તથા પ્રોહી ના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન લાલપુર પો.સ્ટે.ના પો.કોન્સ વીપુલભાઇ લખમણભાઇ કોટા નાઓને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે વડ પાચસરા ગામની મેઘરવો સીમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા કુલ-૬ આરોપી ઉપર રેઇડ કરી તેની પાસેથી રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા ૫૧,૯૬૦/- તથા ગંજીપતા ના પાના નંગ પર કિ.રૂ 00/00 એમ કુલ મુદામાલ કિ.રૂ ૫૧,૯૬૦/સાથે પકડી આરોપીઓ વિરુધ્ધમા પોલીસ હેડ કોન્સ એમ.એન. જાડેજા નાઓએ જુગારધારા કલમ ૧૨ મુજબ ની કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓના નામ (૧)પરબતભાઇ હમીરભાઇ ચાવડા જાતે.આહીર ઉ.વ.૫૯ ધંધો.નીવૃત રહે.ખોડીયાર કોલોની જામનગર તથા (૨) લખમણભાઇ ભવાનભાઇ પરમાર જાતે.સતવારા ઉ.વ.૫૫ ધંધો ખેતી રહે.કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ જામનગર તથા (3)સંજયભાઈ ચુનીભાઇ દોઢીયા જાતે.સોની ઉ.વ.૫૦ ધંધો.સોનીકામ રહે.ખોડીયાર કોલોની શાક માર્કેટ આવાસમાં જામનગર તથા નાશી જનાર (૪)રામભાઇ રણમલભાઇ મોઢવાડીયા રહે.વડ પાચસરા ગામ તા.લાલપુર (૫) અશ્વીનભાઇ રમણીકભાઇ નંદા રહે.જામનગર (૬) લાખુભા જાડેજા
આ કામગીરી લાલપુર પો.સ્ટે.ના (I/C)પોલીસ ઇન્સપેકટર એસ.પી. ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ મનહરસિંહ .એન.જાડેજા તથા પો.કોન્સ વીપુલ એલ. કોટા નાઓના દ્વારા કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
