<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રાજકોટ જીલ્લામાં જુગારના ૬ દરોડાઃ ર મહિલા સહિત ૪૨ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા

ધોરાજીમાં ૫, લોધીકાના રાવકી ગામે ૭, ભાયાવદરના માખીયાળા ગામે પ, ગોંડલના ગોમટામાં ૧૦, શાપરમાં ૭ અને જેતપુરમાં ર મહિલા સહિત ૮ પતા ટીંચતા પકડાયાઃ લાખોનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૬: રાજકોટ જીલ્લામાં જુગારના ૬ દરોડામાં ર મહિલા સહિત ૪૨ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં ધોરાજી સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ભુપત ચોથાભાઇ ડાભી (ઉ.વ.૨૬ રહે.ધોરાજી રામપરા ચાપાધાર પાસે તા.ધોરાજી) મહેશ વિનુભાઇ મેણીયા (ઉ.વ.૨૭, રહે.ધોરાજી રામપરા ચાપાધાર પાસે તા.ધોરાજી), સતીષ કિશોરભાઇ મેણીયા (ઉ.વ.ર૪ રહે.ધોરાજી રામપરા ચાપાધાર પાસે તા.ધોરાજી), રમણીક ગાંડુભાઇ મેણીયા (ઉ.વ.૨૯ રહે.ધોરાજી રામપરા ચાપાધાર પાસે તા.ધોરાજી), હિતેશ ચોથાભાઇ ડાભી (ઉ.વ.૨૯ રહે.ધોરાજી રામપરા ચાપાધાર પાસે તા.ધોરાજી)ને રોકડ રૂપીયા ૮,૫૫૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં લોધિકા પોલીસે રાવકી ગામે જાહેરમાં જૂગાર રમતા (૧) લખમણ દેવાભાઇ બગડા (ઉ.વ.૪૮) રહે. રાવકી ગામ તા. લોધીકા, (ર) રમણીક વાલજીભાઇ ચાંડપા (ઉ.વ.પ૯) રહે. ઢોલરા તા. લોધીકા (૩) પ્રવિણ ભીખાભાઇ રાઠોડ, (ઉ.વ.પપરહે. રાવકી તા. લોધીકા) (૪) પ્રવિણ ઉર્ફે કાળુ દેવાભાઇ બગડા (ઉ.વ.પ૧) રહે. રાવકી ગામ તા. લોધીકા, (પ) ચીરાગ અમરાભાઇ સાગઠીયા (ઉ.વ.રપ) રહે. ખાંભા તા. લોધીકા (૬) દીપક ભીમજીભાઇ બગડા (ઉ.વ.૩૩) રહે. રાવકી તા. લોધીકા (૭) નીતિન પ્રવિણભાઇ ઉર્ફે કાળુભાઇ બગડા (ઉ.વ.ર૬) રૂા. ર૭,૭૦૦ ની રોકડ, ત્રણ ફોન એનબાઇક મળી કુલ રૂા. ૧,૦૭,૭૦૦ ના મુદામાલ સાથે પકડી લીધા હતાં.

ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે માખીયાળા ગામે પડવલા- માખીયાળાના સિમાડામા જાહેરમાં જુગાર રમતા જેઠા પુનાભાઇ ડાંગર (ઉ.વ.પપ રહે.માખીયાળા તા.ઉપલેટા), પુંજા દુદાભાઇ કળોતરા (ઉ.વ.૪૨ રહે.પડવલા ગામ તા.ઉપલેટા), ચંદુ ઉર્ફે માઇકલ મોહનભાઇ મુછડીયા (ઉ.વ.૩૩ રહે.પડવલા તા.ઉપલેટા), બોદુ ઉમરભાઇ નોઇડા (ઉ.વ.૫૬ રહે.જામનગર, નિલકંઠનગર મુળ રહે.પડવલા તા.ઉપલેટા) શરીફ હુસૈનભાઇ સુમરા (ઉ.વ.૩૪ રહે.પડવલા તા.ઉપલેટા)ને રૂા.૨૩,૮૯૦ની રોકડ સાથે પકડી ભાગી ગયેલા ફારૂક હાજીભાઇ સુમરાની શોધખોળ શરૂ કરી છે.

ચોથા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ગોમટા ગામની ખડી સિમ વિસ્‍તારમાં જયેશભાઇ અશોકભાઇ પાંચાણી, રહે-ગોમટા વાળાની કબ્‍જા ભોગવટાની વાડીની ઓરડીમાં  રેઇડ કરી જુગાર રમતા (૧) જયેશ અશોકભાઇ પાંચાણી રહે.ગોમટા ગામ તા.ગોંડલ (૨) ગોપાલ નટુભાઇ ખાચરીયા રહે.પાટીદડ ગામ તા.ગોંડલ (૩) હેંમાગ કાંતીભાઇ મણવર રહે.ગોમટાગામ તા.ગોંડલ (૪) નરેન્‍દ્રભાઇ નંદલાલભાઇ જીવાણી રહે. પાટીદડ ગામ તા.ગોંડલ (૫) વિમલ સુરેશભાઇ હદવાણી રહે.ચોરડી ગામ તા.ગોંડલ (૬) મહેશભાઇ પુનાભાઇ સીતાપરા રહે.પાટીદડ ગામ તા.ગોંડલ (૭) અતુલભાઇ બાબુભાઇ ભાણવડીયા રહે.ગોમટા ગામ તા.ગોંડલ  (૮) જેનીશ રમેશભાઈ કાથરોટીયા રહે.ગોમટા ગામ તા.ગોંડલ (૯) યોગેશ ગોરધનભાઇ હદવાણી રહે.ચોરડી ગામ તા.ગોંડલ તથા (૧૦) ગૌતમભાઇ રામજીભાઇ જોરા રહે,ગોમટા ગામ તા.ગોંડલને રોકડા રૂા. ૧,૭૭,૩૧૦, ૭ મોબાઇલ તથા ત્રણ બાઇક મળી કુલ ૨,૮૨,૩૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડોમાં શાપર-વેરાવળ પોલીસે આરોપી ધવલ જેઠાભાઇ હીરપરા રહે. રાજકોટ ના શાપર ગામ સ્‍થિત રોડમાં રેઇડ કરી જૂગાર રમતા ધવલ જેઠાભાઇ હીરપરા, રહે. રાજકોટ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, પાસે, સાનીધ્‍ય તા. જી. રાજકોટ, પ્રીત દિલીપભાઇ વઘાસીયા રહે. રાજકોટ, કોઠારીયા સ્‍વાતી રોડ, શેરી નં. ૧, જયપાલભાઇ વિભાભાઇ આગરીયા ઉ.રપ રહે. રાજકોટ, સાંઇબાબા સર્કલ, સર્વેશ્વર પાર્ક-ર, રાહુલ આંબાભાઇ ટારીયા રહે. રાજકોટ મોટા મૌવા લક્ષ્મીનો ઢોરો તા. જી. રાજકોટ, ફિરોઝ આદમભાઇ બાંભણીયા રહે. રાજકોટ, કોઠારીયા સોલવંટ, નુરાની પરા, ઇરફાનભાઇ જમાલભાઇ હેરંજા રહે. શાપર (વે.) કનૈયા ચોક, કર્મ. રેસીડન્‍સી તા. કોટડા સાંગાણી તથા વિજય રમેશભાઇ ભાર્ગવ ઉ.૩૮ રહે. રાજકોટ, આજી ડેમ ચોકડી શ્રીરામ પાર્ક શેરી નં. ૧ તા. જી. રાજકોટને રોકડા રૂા. ૩૭,ર૭૦, ૭ મોબાઇલ કિ. પ૦,૦૦૦ તથા ત્રણ વાહન મળી કુલ ૭,૪૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા દરોડામાં જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તાર આરોપી ગીતાબેન વા/ઓ અજયભાઇ ભટ્ટી રહે. જેતપુર ફુલવાડી રામજી મંદીર રોડ જેતપુર વાળીના કબ્‍જા ભોગવટાના મકાનમાં અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમે છે. જેથી તુરંત જ હકિકત વાળી જગ્‍યાએ રેઈડ  કરી જુગાર રમતા (૧) ગીતાબેન વા/ઓ અજયભાઇ ભટ્ટી રહે. જેતપુર (૨) હમીદાબેન વા/ઓ યુનુસભાઇ મુલતાની રહે.જેતપુર (૩) જીજ્ઞેશભાઇ ઉર્ફે જીતો મહેનદ્રભાઇ પાટડીયા, રહે.જેતપુર ફુલવાડી રામજી મંદીર રોડ  (૪) જીતેષભાઇ ગગુભાઇ ભોજવીયા, રહે.જેતપુર ફુલવાડી રામજી મંદીર રોડ (૫) અમીનભાઇ સુમારભાઇ લાખાણી, રહે.જેતપુર ફુલવાડી રામજી મંદીર રોડ (૬) અલ્‍પેશભાઇ અરવિંદભાઇ સોલંકી રહે.જેતપુર ફુલવાડી રામજી મંદીર રોડ  (૭) રસીકભાઇ રમેશભાઇ મકવાણા, રહે.ઉપલેટા નગીના સોસાયટી તા.ઉપલેટા તથા (૮) મેરામભાઇ બાબુભાઇ રાઠોડ રહે.ઢાંક ગામ તા.ઉપલેટાને રોકડા રૂા.૪૮,૫૦૦ અને મોબાઇલ ફોન નંગ-પ મળી કુલ ૭૩,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(11:20 AM IST)