<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભાવનગર નકલી દારૂકાંડઃ એસએમસીના આઇ.જી. ગગનદીપ ગંભીર દ્વારા ઉંડાણપૂર્વક તપાસનો ધમધમાટ

લેડી સિંઘમ તરીકે ઓળખાતા એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે ૧૦ કલાકથી વધુ સમય સુધી તપાસ હાથ ધરી, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના નિવેદનો લેવાયા હોવાની ચર્ચા

ભાવનગર, તા.૨૬: ભાવનગરમાં થોડા દિવસો પહેલા સામે આવેલા ચકચારી નકલી દારૂકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ બન્‍યો છે. આ ગંભીર કાંડની તપાસ માટે સ્‍ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ SMCના આઇજી અને લેડી સિંઘમ તરીકે જાણીતા કડક અને નિષ્ઠાવાન IPS અધિકારી શ્રી ગગનદીપ ગંભીર પોતે ભાવનગર દોડી આવ્‍યા છે અને સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આજી ગગનદીપ ગંભીર દ્વારા સતત ૧૦ કલાકથી વધુ સમય સુધી ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આ કાંડ સાથે સંકળાયેલા અને બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્‍યા હોવાની ચર્ચા શહેરભરમાં જોરશોરથી ચાલી રહી છે.

SMCની આ કાર્યવાહીને પગલે ભાવનગર પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે. નકલી દારૂકાંડમાં કોની કોની સંડોવણી છે અને કોની બેદરકારીના કારણે આ કાંડ થયો તે દિશામાં SMC દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થાય અને કેટલાક અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તેવી શકયતા સેવાઈ રહી છે

 

(11:20 AM IST)