તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Wednesday, 26th August 2026
જુનાગઢ સી ડીવીઝન પોલીસે દારૂની ૪૬૦ બોટલ સાથે ૭.૯૦ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની આગેવાનીમાં કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૬: રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ પ્રોહી/જુગારની ગે.કા.પ્રવળતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી આવી ગે.કા.પ્રવળતિને સંપૂર્ણપણે ડામી દેવા અવાર નવાર સુચનાઓ કરેલ હોય.
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર સી.ડીવીઝન નાઓની સુચના મુજબ સીડીવી. પો.સ્ટે.નો પોલીસ સ્ટાફ જેમાં પો.હેડ.કોન્સ. આર.બી.બોરખતરીયા તથા ડી.એલ.બકોત્રા તથા કે.ડી.ઝણકાત તથા પો.કોન્સ.જુવાનભાઇ રામભાઇ તથા માનસિંહ ખુમાણભાઇ તથા નિલેશભાઇ લખમણભાઇ સીડીવી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન પો.સ્ટાફને સંયુક્તમા બાતમીદાર રાહે હકીકત મળેલ કે, મેંદરડા તરફ થી એક બોડી પેક પીક અપ બોલેરો રજી નં GJ-૧૧-૭૭-૮૬૧૪ વાળી જે જૈવીક કચરાની આડમાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી જુનાગઢ તરફ આવનાર છે.જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી વોચમા હતા દરમ્યાન બાતમી હકીકત વાળું વાહન આવતા જેને રોકાવી ચેક કરતા વાહનની બોડીમાં પાછળના ભાગે જૈવીક કચરાના બાચકા પાસે સફેદ કલરના બાચકા ભરેલા હોય જે ખોલી જોતા તેમા ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો હોય જેથી પીકપ વાહનને પો.સ્ટે.લાવી વાહનમાં રહેલ પ્રોહી મુદામાલ નીચે ઉતારી જોતા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ-૪૬૦ જેની કિ.રૂ-૨,૮૦,૧૦૦/-નો કબ્જે કરી મજકુર હાજર મળી આવેલ ઇસમ વિરૂધ્ધ તથા સદર મુદામાલ પીકપ વાહનમાં દારૂ રાખનાર નાનજીભાઈ આણંદભાઈ ચાવડા રહે.જુનાગઢ તથા તપાસમા ખુલે તે તમામ સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજી. કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ અને આ કામેની આગળની વધુ તપાસ એચ.બી.ચૌહાણ પો.સબ.ઇન્સ નાઓ ચલાવી રહેલ છે.
પોલીસે કૈલાશ સોમજીભાઈ કાબા ઉ.વ.૩૧ ધંધો-ડ્રાઈવીંગ રહે.જુનાગઢ, ટીંબાવાડી પટેલ સમાજ પાછળ રામાપીરના મંદીર પાસે, દુધીમાના મકાનમાં ભાડેથી રહે મુળ ખડીયા ગામ તા.માણાવદર જી.જુનાગઢની પાસેથી દારૂ સહિત મુદામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી નાઓની સુચનાથી પો.હેડ.કોન્સ આર.બી.બોરખતરીયા તથા ડી.એલ.બકોત્રા તથા કે.ડી.ઝણકાત તથા પો.કોન્સ દિનેશભાઇ રામભાઇ તથા માનસિંહ ખુમાણભાઇ તથા નિલેષભાઇ લખમણભાઇ તથા જુવાનભાઇ રામભાઇ એ કરેલ છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
