<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

બોટાદના રાણપુરની બરાનીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે લજ્જાસ્પદ ઘટના : આચાર્ય સામે વિદ્યાર્થીનીઓ સાથે અડપલાનો ગંભીર આક્ષેપ

શાળાના આચાર્ય હર્ષદ ઝાલા પર રાણપુર પોલીસ સ્ટેશનમાં POCSO હેઠળ ગુનો નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ

બોટાદ તા.૨૬ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાણપુર તાલુકાની બરાનીયા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બરાનીયા પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ ઝાલા સામે શાળાની જ વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કરવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ ઘટનાને લઈને આચાર્ય હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપવાની જવાબદારી ધરાવતા આચાર્ય દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે.

(2:05 PM IST)