<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સમગ્ર કચ્છમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી: ભુજમાં વિશાળ ઝુલુસ નીકળ્યું

મહેફિલે બાગે રસૂલ કમીટી દ્વારા વર્ષોથી ભુજમાં ઝુલુસનું આયોજન, વિશાળ સંખ્યામાં મુસ્લિમ ઝુલુસમાં બિરાદરો જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : ઇસ્લામ ધર્મના અંતિમ પેયગંબર સાહેબના આજે જન્મ દિવસ નિમિત્તે કચ્છમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના નાના મોટા ગામોમાં આ પ્રસંગે ખાસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બાલ મુબારકની ઝિયારત, તકરીર અને ન્યાઝ સાથે જરૂરતમંદ લોકોને ખૈરાત આપી હતી. તથા હિન્દૂ-મુસ્લિમ ભાઇઓએ એકમેકને ઇદની શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા મથક ભુજમાં વિશાળ ઝુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ભુજમાં ઈદ નિમિત્તે મહેફિલે બાગે રસુલ કમીટી દ્વારા શહેરના ભીડ ગેટથી ભવ્ય ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શહેરના જુના બસ સ્ટેશન થઈ ખારસરા ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ ભાઈઓની વિશાળ હાજરી સાથેના ઝુલુસનું શહેરના વિવિધ વિસ્તારોમાં હિન્દૂ-મુસ્લિમ સંસ્થાઓ અને અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું અને ઈદની મુબારકી પાઠવી હતી. કમીટી દ્વારા ભુજમાં વર્ષોથી ઝુલુસ યોજાતુ હોવાનું કમિટી પ્રમુખે જણાવ્યું હતું.

(2:41 PM IST)