News of Wednesday, 26th August 2026
મોરબીના નીચી માંડલ નજીક બોલેરોએ રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત.
મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નીંધી માંડલ ગામ નજીક બોલેરો ગાડી એ રીક્ષાના હડફેટે લેતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નીંચી માંડલ ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે તેના નાનાભાઈ રાહુલભાઈ (ઉ.૨૬) પોતાની સી એન જી રીક્ષા જીજે ૩૬ યુ ૫૫૪૩ લઈને નીચી માંડલ ગામથી મોરબી તરફ હળવદ મોરબી રોડ પર જતા હોય દરમિયાન સીમોલા સિરામિક કારખાના પાસે સવારના આશરે પાંચેક વાગ્યે પહોચતા બોલેરો ગાડી જીજે ૧૦ ટીએક્સ ૯૦૭૩ના ચાલકે પોતાની બોલેરો પુરઝડપે અને બેદરકારીથી રોગ સાઈડમાં સામેથી ચલાવી આવી રાહુલભાઈની સી એન જી રીક્ષા સાથે અકસ્માત કરતા રાહુલભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
