<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સાક્ષીઓ અને સંબંધીઓની પૂછપરછ પ્રક્રિયા પૂર્ણ : તપાસના અહેવાલના આધારે થશે કાર્યવાહી :SMCના વડા ગગનદીપ ગંભીર

તપાસ માટે સ્થાનિક લોકોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તેવા હેતુથી તેમણે રૂબરૂ ભાવનગર આવીને આ પૂછપરછ હાથ ધરી હતી.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા ગગનદીપ ગંભીરે મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી ભાવનગરમાં રોકાઈને કેસ સાથે સંકળાયેલા આરોપીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના લોકોની સઘન પૂછપરછ કરી રહ્યા હતા. આજે તેમણે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે સાક્ષીઓ અને સંબંધીઓની પૂછપરછ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. તપાસ માટે સ્થાનિક લોકોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તેવા હેતુથી તેમણે રૂબરૂ ભાવનગર આવીને આ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછની આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે તપાસના અહેવાલના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(11:50 PM IST)