<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ઉનાઃ કારના ચોરખાનામાંથી ઇંગ્‍લીશ દારૂની ૪૦ બોટલો ઝડપાઇ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭: તડ ચેક પોસ્‍ટ આગળ નવાબંદર મરીન પોલીસે મોટર કારમાં ચોર ખાના બનાવી છુપાવેલ પર પ્રાંતની ઈંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૪૦ સાથે જૂનાગઢના શખ્‍સ ભનજી રાજાભાઇને પકડી લીધો હતો.

નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન ના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે. જે. પરમાર પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પાંચાભાઈ પી. બાંભણિયા અને વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ સ્‍ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા ત્‍યારે તડ ચેક પોસ્‍ટ આગળ દીવ તરફ થી આવતી મારૂતિ ફ્રન્‍ટી મોટર નંબર GJ 23 A 7528 રોકાવી તપાસ કરી હતી.

મોટર કારની ડેકી નીચે તેમજ દરવાજાની સાઇડમાં ચોર ખાના બનાવી તેમાં છુપાવેલ પર પ્રાંત ની ઈંગ્‍લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્‍ડ ની બોટલો નંગ ૪૦ રૂપિયા ૧૦૯૨૪/ ને મોટરની કિંમત ૨૦ હજાર મળી કુલ રૂપિયા ૩૫૯૨૪/ ના મુદામાલ સાથે જુનાગઢ ઇવનગર માં રહેતો ભનજી રાજાભાઈ રાવણીયા ને પકડી નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. 

(11:24 AM IST)