<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ઘેલા સોમનાથ ખાતે પાંચ દિવસ ‘શ્રાવણ ઉત્‍સવ-૨૦૨૬'નો પ્રારંભ

ગ્રામ્‍ય કલા-કારીગરી, હસ્‍તકલા અને સ્‍વસહાય મહિલાઓ જૂથોના ઉત્‍પાદિત પરંપરાગત ચીજ વસ્‍તુને વિશાળ બજાર મળશેઃ કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૭:  ગ્રામ્‍ય અર્થતંત્રને વેગ આપવા,ગ્રામ્‍ય કારીગરો તથા સ્‍વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્‍પાદિત પરંપરાગત હસ્‍તકલા અને સ્‍થાનિક ઉત્‍પાદનોને વિશાળ બજાર ઉપલબ્‍ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્‍કળતિક વિરાસતને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્રારા રાજકોટના વિંછીયા સ્‍થિત ઘેલા સોમનાથ મંદિર નજીક ‘શ્રાવણ ઉત્‍સવ-૨૦૨૬'ના ઉદ્ધાટન સમારોહનો શુભારંભ  કુંવરજીભાઈ બાવળિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્‍યું હતું કે શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્‍કળતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે આવા પવિત્ર પ્રસંગને ગ્રામ્‍ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્‍સવ'નું આયોજન કરવામાં આવ્‍યું છે એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્‍થાની ઉજવણી થશે તો બીજી તરફ ગ્રામ્‍ય કારીગરો અને સ્‍વસહાય જૂથોને તેમના ઉત્‍પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે.

આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્‍ય મહિલાઓમાં આત્‍મનિર્ભરતા, ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક સશક્‍તિ કરણને પ્રોત્‍સાહન મળે છે સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્‍ય ઉત્‍પાદકો પાસેથી ગુણવત્તાયુક્‍ત અને પરંપરાગત ઉત્‍પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે ‘સ્‍થાનિકમાંથી વૈશ્વિક'ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્‍સવો મહત્‍વપૂર્ણ બની રહ્યા છે.

તેમણે રાજકોટ તથા આસપાસના વિસ્‍તારના નાગરિકોને આઞામી તા.૩૦ સુધી ધેલા સોમનાથ ખાતે ચાલનારા અને બીજા મેળામા આયોજિત ‘શ્રાવણ ઉત્‍સવ-૨૦૨૬'ની મુલાકાત લઈ ગ્રામ્‍ય કારીગરો, મહિલા સ્‍વસહાય જૂથો અને સ્‍થાનિક ઉત્‍પાદકોને પ્રોત્‍સાહન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્‍તે દિનદયાળ અંત્‍યોદય યોજના-રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્‍યુસર ગળપને રૂ.બે લાખની સહાય ચુકવવામાં આવી હતી સખી મંળની ૨૦૦ જેટલી બહેનોએ કુંવરજીભાઈ તથા મહાનુભાવોએ રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર વી.બી.બસીયાએ જણાવ્‍યું હતું કે શ્રાવણ ઉત્‍સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ,ઘેલા સોમનાથ, પોરબંદર,ગીર સોમનાથ,દેવભૂમિ દ્વારકા,ભાવનગર,નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્‍ટોલની વ્‍યવસ્‍થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્‍વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ ‘‘વોકલ ફોર લોકલ'' અને ‘‘લખપતિ દીદી'' અભિયાનને વધુ વેગ મળશે. સ્‍વ-સહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્‍પાદિત વિવિધ ખાદ્ય ઉત્‍પાદનો, હેન્‍ડીક્રાફ્‌ટ,હેન્‍ડલૂમ, પરંપરાગત વષાો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્‍તુઓ, પરંપરાગત હસ્‍તકલા,આભૂષણો, રંગબેરંગી કાપડ,અર્જુન ટી, ઘઉંનો મુખવાસ,સરબતનો મસાલો,લિંપણ આર્ટ,ક્રિષ્ટલ આર્ટ,રેઝીન આર્ટ,કેસુડાનો સાબુ, રજાઈ ગોદડા,કુશન કવર, ચાકડા-ટોડલીયા,તોરણ, હાથ બનાવટની કોસ્‍મેટિક આઈટમો તથા ગ્રામ્‍ય કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કલાત્‍મક ઉત્‍પાદનો લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી રાહુલ  ખાંભરા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:25 AM IST)