<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

જામનગર જીલ્લાના ઉંડ-૧ ડેમમાંથી ખેડૂતોને પિયતનુ પાણી આપવા માંગ

 

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા. ર૭ :.. જામનગર તાલુકાનાં જામવણથલી નજીકના નંદપુર ગામ પાસે આવેલા ઉંડ-૧ ડેમમાંથી ઉંડ-૧ કેનાલ હેઠળ આવતા ગામોના ખેડૂતોએ પીયત માટે પાણીની માંગણી કરી હતી.

જામવણથલી નજીકનાં ૧૮ જેટલા ગામોનાં આગેવાનો તથા પ૦૦ જેટલા ખેડૂતો તા. ર૬ નાં સવારે ઉંડ-૧ ડેમ પર એકઠા થયા હતા અને હાલનાં સમયે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલો પાક સુકાઇ રહ્યો હોયને કેનાલમાં પાણીનાં વાલ્‍વ ચાલુ કરે તો ખેડૂતો આ પાણીથી પોતાની મુરઝાતી મોલાતને બચાવી શકે. હાલનાં સમયે જો વરસાદ નો થાય કે પાણીનો મળે તો ખેડૂતોને  પારાવાર નુકશાની સહન કરવાનો વારો આવે એમ છે. ખેડૂતોની માંગણી સ્‍વીકારીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

(12:19 PM IST)