તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Thursday, 27th August 2026
અમરેલી જીલ્લામાં અપમૃત્યુનાં જુદા જુદા સ્થળે છ બનાવો
માવજી જવામાં કુવામાં ડૂબી જતા પ્રૌઢનું સાવરકુંડલામાં યુવાનનું કોઇ કારણોસર સાવરકુંડલામાં પ્રૌઢાનું ઝેરી દવા પી જતા, સલડીમાં પરણીતાનું ગળાફાંસો ખાઇ જતાઃ જસવંતગઢના પ્રૌઢનું ગળે બ્લેડ મારતા, ધારી રસ્તે યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, તા. ર૭ : અમરેલી, તા. ર૭ : અમરેલી જીલ્લામા દીન પ્રતીદીન અપમળત્યુના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.જીલ્લામાં જુદાજુદા છ સ્થળે અપમળત્યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયેલ છે.
જેમા માવજીંજવામાં કુવામા ડુબી જતા પ્રૌઢનું, સાવરકુંડલામાં યુવાનનું કોઈ અગમ્ય કારણોસર, સાવરકુંડલામાં પ્રૌઢાનું ઝેરી દવા પી જતા, સલડીમાં પરણીતાનું ગળાફાંસો ખાઈ જતા, જસવંતગઢમાં પ્રૌઢનું ગળે બ્લેડ મારતા, ધારી ગળધરાથી ડાંગાવદર જવાના રસ્તે યુવાનનુંઝેરી દવા પી જતા મોત નિપજયુ હતુ. બગસરા તાલુકાના માવજીંજવા ગામે કમલેશભાઈ શંભુભાઈ ધવાની વાડીએ બાલાપુર ગામના હરેશભાઈ પાંચાભાઈ ઠુમ્મર ઉ.વ.૫૦નું અકસ્માતે કુવામાં પડી પાણીમાં ડુબી જતા મોતનિપજયાનું રમેશભાઈ ઉકાભાઈઠુમ્મરેબગસરા પોલીસ મથકમાં જાહેર કરેલછે.બીજા બનાવમાં સાવરકુંડલા જેસર રોડપરબલદીપસિંહ જુજારસિંહ ઉ.વ.૨૬ મુળ એમપી હાલ સાવરકુંડલા ના મોઢા તથા નાકમાંથી ફીણ નીકળેલ હોય. જેમને પ્રશાંતકુમાર વિજય યાદવ સારવારમાં લઇ જતા કોઇ અગમ્ય કારણોસર મોત નીપજયાનું સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ત્રીજા બનાવમાં સાવરકુંડલા ખાદીકાર્યલય વિસ્તારમાં રહેતી જયાબેન મનસુખભાઈ જમોડ ઉ.વ.૫૨ને છેલ્લા ઘણા સમયથી નીંદરઆવતી ન હોય. જેથી કંટાળી જઈ પોતેપોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડરપી જતા સારવાર દરમ્યાન મોત નીપજયાનું મનસુખભાઈ મોહનભાઈ જમોડે સાવરકુંડલા પોલીસ મથમમાં જાહેર કરેલ છે. ચોથો બનાવમાં લીલીયા તાલુકાના સલડી રામાપીરના મંદિર પાસે રહેતી ગોપીબેનનિલેશભાઇ સરવૈયા ઉ.વ.૨૮ના નાના દિકરા મયંક ઉ.વ.૦૪ ને પેટમાં સારણગાંઠ હોય તેનું ઓપરેશન કરાવેલ હોય. તે બાબતે માનસીક રીતે ખરાબ વિચારો આવતા હોય પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જતા મોતનીપજયાનું પતિનિલેશભાઈ ધીરૂભાઈ સરવૈયાએલીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલછે.પાંચમો બનાવમાં અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે અરવિંદભાઈ જવેરભાઇ ચૌહાણ ઉ.વ.૫૩ને કોઈ કામધંધો મળતો ન હોય અને બેરોગાર હોવાથી પોતે કંટાળી જઇ ગળે બ્લેડ મારી સારવાર દરમ્યાન મોત નીપજયાનું હીંમતભાઈ અરવિંદભાઇ ચૌહાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાંજાહે કરેલછે.છઠો બનાવમાં ધારી ગળધરાથી ડાંગાવદર જરાના કાચા રસ્તે ધારી જુની ટેલીફોન ઓફિસ પાસે રહેતા ચંદ્રકાતભાઈ પ્રવિણભાઈ મહેતા ઉ.વ.૨૭ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નીપજયાનું અર્જુનભાઈ પ્રવિણભાઈ મહેતાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
