News of Thursday, 27th August 2026
સુરેન્દ્રનગરમાં ભાજપ આગેવાન મથુર સાકરીયાની ધરપકડ કરાતાં કોળી સમાજમાં ભારે આક્રોશ
પ્રેમલગ્નના મામલે સમાધાન કરાવવા પહોંચેલા આગેવાને અધિકારીઓ સાથે બોલાચાલી કરતા શાંતિ અને સુલેહ ભંગ બદલ કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા.૨૭: સુરેન્દ્રનગરમાં પ્રેમલગ્નના મામલે સમાધાન કરાવવા પહોંચેલા કોળી સમાજના આગેવાનની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી અને ભાજપના આગેવાન મથુર સાકરીયા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઙ્કેમલગ્ન દરમિયાન યુવતી ઘરેથી અઢી લાખ રૂપિયા લઈ ગઈ હોવાના મુદ્દે તકરાર સર્જાઈ હતી. આ મામલે સમાધાન કરાવવા માટે સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા.
અધિકારીઓ સાથે બોલાચાલી થયા બાદ પોલીસે મથુર સાકરીયા સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી હતી. શાંતિ અને સુલેહ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે કોળી સમાજના આગેવાનો અને ભાજપના નેતાઓ બી-ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. મથુર સાકરીયાને આખી રાત પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
