<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

કેશોદની હવેલીઓમાં હૃદય રૂપી હિંડોળામાં બિરાજતા ‘લાલા'ને ઝૂલાવી ધન્‍યતા અનુભવતા વૈષ્‍ણવો

વર્ષાઋતુમાં ખીલી ઉઠેલ પ્રાકૃતિય સૌંદર્ય વચ્‍ચે આત્‍મા એ પરમાત્‍મા તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવા નો અનેરો અવસર : જુદી જુદી પાંચ હવેલીઓમાં વૈષ્‍ણવોના મહાપર્વ સમા હિંડોળા મહોત્‍સવની ભવ્‍ય ઉજવણીઃ દરરોજ દર્શનનો મોટી સંખ્‍યામાં લાભ લેતા ભાવિકોઃ વૈષ્‍ણવાચાર્યોની વિશેષ ઉપસ્‍થિતિ

(સંજય દેવાણી દ્વારા)કેશોદ,તા.૨૮: અત્રે ની પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ગત તારીખ ૩૦ જુલાઈ થી એક માસ માટે હિડોળા મહોત્‍સવ ની સંપૂર્ણ ધર્મ ભાવ પૂર્વક ભવ્‍ય રીતે ઉજવણી થઈ રહેલ છે. આ પ્રસંગે કેશોદ ખાતે આવેલ જુદી જુદી મુખ્‍ય પાંચ હવેલીઓ ખાતે દરરોજ મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ ભાઈ-બહેનો દોડી આવી દર્શનનો લાભલઈ રહેલ છે. આ જુદા જુદા તકે વૈષ્‍ણવાચાર્યો ની વિશેષ ઉપસ્‍થિત વૈષ્‍ણવો ના ઉત્‍સાહ માં ઉમેરો કરે છે.

શહેરના પヘમિ તરફ શરદ ચોક ખાતે શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ ની હવેલી, ગીરીરાજ નગર માં શ્રી ઉત્‍સવ રાયજી મહારાજ ની વ્રજભવન હવેલી, જાગનાથ પાસે આવેલ રણછોડ નગર મા શ્રી દમુ રાજાની હવેલી, ડી.પી. રોડ સ્‍થિત શ્રી માધવી બેટીજી ની હવેલી તથા પૂર્વ તરફ ચુના ભઠ્ઠી રોડ પર સરદાર નગર સોસાયટી માં શ્રી યમુના મહારાણીજી ની હવેલી ખાતે વૈષ્‍ણવોના મહાપર્વ સમા હિડોળા મહોત્‍સવની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આતકે તમામ હવેલીઓ શણગારવામાં આવેલ છે. અને દર્શનાર્થીઓ ની ભારે ભીડ જોવા મળે છે

દરરોજ જુદી જુદી હવેલીઓ માં વિવિધ પ્રકારના પુષ્‍પો, શાકભાજી, જુદા જુદા કઠોળ, અલગ અલગ ફ્રુટ, કાજુ, અંજીર બદામ જેવા સૂકા મેવા, કેળના પાન,જરી, મલમલ, મખમલ, લહેરીયા, બાંધણી, આભલા ભરેલા કાપડ, સુતર ની દોરી નુ ગુંફન, રાખડી, પવિત્રા સહિત ચીજ વસ્‍તુઓ વડે વાર-તહેવાર તથા તિથિ અને પ્રસંગોને ધ્‍યાને લઈ દરરોજ જુદા જુદા પ્રકારે કલાત્‍મક અને આકર્ષક રીતે હિડોળાને સુશોભિત કરવામાં આવે છે.

આ અવસરે ઢોળ, કીર્તન, પદ સહિત ભક્‍તિ રસના સુરીલા ગીત - સંગીત વચ્‍ચે દર્શનાર્થે ઉપસ્‍થિત ભાવિકો ભાવ વિભોર બની સુશોભિત કરાયેલ કલાત્‍મક ઝૂલ્‍લા (હિડોળા) મા બિરાજતા 'લાલા' ને ભાવપૂર્વક ઝૂલાવી અહોભાવ સાથે ધન્‍યતા ધન્‍યતા અનુભવે છે.

દરમિયાન ભક્‍તિ અને આધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ હિડોળા દર્શન નું મહત્‍વ સમજાવતા જાણકારો કહે છે કે, હિડોળા મહોત્‍સવ એ આત્‍મા ને પરમાત્‍મા સાથે જોડવા નો એક અનેરો અવસર છે. જેમ બાળક ને ઝૂલ્‍લા મા એકસરખી ગતિએ ઝુલાવતી માતાનું ધ્‍યાન તમામ કામો ભૂલી માત્ર બાળક પર કેન્‍દ્રિત હોય છે. તેમ વર્ષાઋતુ દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રાકૃતિક સૌંદર્ય વચ્‍ચે પરમ તત્‍વની અદ્દભુત અનુભૂતિ સાથે પોતાના અહંકાર ને છોડી તથા સંસાર ના તમામ દુઃખો ભૂલી જીવ પરમાત્‍માને પોતાના હૃદયરૂપી હિડોળામાં બિરાજમાન કરી ભક્‍તિ અને પ્રેમભાવ રુપી દોરી વડે ઝુલાવી (પરમાત્‍મા મા) ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે

(10:53 AM IST)