<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સોમનાથમાં ભાવિકો માટે ફરાળ સેવાનો પ્રારંભ જિલ્લા પોલિસ વડા હસ્‍તે થયો...

દેશ, વિદેશથી સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટતા લાખો ભક્‍તો માટે, કોઈ ખોટી ભીડ વગર દર્શન વ્‍યવસ્‍થા ગોઠવનાર ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા વધુ એક પુણ્‍ય કાર્યમાં સહયોગી બન્‍યા...

 

 

રાજકોટ, તા.૨૮: શ્રાવણ માસમાં ભાવિક, ભક્‍તોની લાંબી કતારો, રાજ્‍ય અને રાજ્‍ય બહારના મંદિરોમા લાગે છે.એ  જાણીતી બાબત છે, આવા સંજોગોમાં ૧૨ જ્‍યોર્તિલીંગમા જેમનું નામ સહુ પ્રથમ લેવામાં આવે છે તેવા સોમનાથ મહાદેવના દર્શન કરી  પુણ્‍યનુ ભાથું બાંધવા માત્ર ગુજરાતથી જ નહિ, દેશ વિદેશથી લાખો ભાવિકો ઉંમટે  તે સ્‍વભાવિક છે.  ભાવિકોને વ્‍યવસ્‍થિત રીતે દર્શન થાય તે માટે સંકલન કરી માનવીય અભિગમ ધરાવતા  ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા દ્રારા વ્‍યવસ્‍થા ગોઠવી છે, સરપ્રાાઈઝલી લોકોને મળી વ્‍યવસ્‍થા અંગે પૂછપરછ પણ કરે છે.  ભાવિકો લાંબા સમય થયા ઉભા હોય તે માટે સેવાભાવિઓ દ્વારા ફરાળની જે વ્‍યવસ્‍થા થયેલ છે, તેનો પ્રારંભ આ ત્‍ભ્‍લ્‍ દ્વારા અગ્રણીઓ તથા સાથી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કરવાંમાં આવેલ

(12:21 PM IST)