<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

જામનગરના વાવડી ગામમાં વીજપોલના વિવાદને લઈને ખેડૂતોની ભૂખ હડતાળ 9મા દિવસે પણ યથાવત

આંદોલન સ્થળે જ બહેનોએ ભાઈઓના હાથ પર ‘રક્ષા પોટલી’ બાંધી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી

જામનગરના વાવડી ગામમાં વીજપોલના વિવાદને લઈને ખેડૂતોની ભૂખ હડતાળ 9મા દિવસે પણ યથાવત છે. ન્યાયની માગ સાથે આંદોલન સ્થળે જ બહેનોએ ભાઈઓના હાથ પર ‘રક્ષા પોટલી’ બાંધી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આંદોલનમાં સામેલ સાત ખેડૂતોમાંથી ચારની તબિયત લથડતા તેમના પારણાં કરાવાયા છે, જ્યારે ત્રણ ખેડૂતો હજુ પણ ભૂખ હડતાળ પર છે. સાત ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ આંદોલનને સમર્થન આપ્યું છે અને યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

(7:05 PM IST)