News of Saturday, 29th August 2026
છઠ્ઠી સપ્ટેમ્બરથી રાજયમાં શરૂ થશે નવો વરસાદી રાઉન્ડ?
રાજસ્થાનમાં એન્ટી સાયકલોનિક સકર્યુલેશનના પ્રભાવને ખાળીને આ સીસ્ટમ્સ વરસાદ વરસાવશે?

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. ભારતીય હવામાન વિભાગ આઇએમડીના ટેનડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સનો આધાર લઇ ને જોઇએ તો આગામી પાંચમી સપ્ટેમ્બરથી બંગાળની ખાડીની સીસ્ટમ્સ મધ્ય પ્રદેશ સુધી પહોંચી ચુકી હશે. અને તેનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચવા માંડશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલ્ટાઇ જશે અને વરસાદી માહોલ જમાવટ લેવા માંડશે. સાતમી સપ્ટેમ્બરે આ સીસ્ટમ્સ ગુજરાતની સાવ નજીક આવી જશે. અને દ.ગુજરાતથી ભારે વરસાદી રાઉન્ડ શરૂ થવાનું આ મેપ્સ દર્શાવી રહેલ છે.
જો કે આ લોંગ ફોર કાસ્ટ મોડેલ મેપ્સ છે. લાંબા ગાળાની આગાહીઓનું અવતરણ હોઇ, તેમાં ફેરફારો થવા સંભવ રહે છે.
આજની તારીખ મુજબ આગામી દસ દિવસના આઇ એમડીના મોડેલ મેપ્સમાં આ શરૂ થનારા નવા વરસાદી રાઉન્ડની સંભાવના સાથે સાથે એ પણ આヘર્ય જોવા મળે છે કે, વરસાદી અર્થાત ચોમાસાની વિદાયનું નિમિત બનતા એન્ટી સાયકલોનિક સકર્યુલેશનના પવનો હાલ યથાવત હોવા છતાં તેના પ્રભાવને ખાળીને રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ શકય બનશે તેવું આ મોડેલ મેપ્સમાં ઉપરોકત તારીખોમાં જોવા મળે છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
