તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
News of Saturday, 29th August 2026
પિતાનું લાયસન્સ વાળુ હથિયાર સાથે ફોટો પડાવી જાહેર કરીરોફ જમાવતા ખંભાળીયામાં પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ

ખંભાળીયા, તા.૨૯: જામ ખંભાળિયા શકિતનગરમાં રહેતો અનિલભાઇ રામજીભાઇ કછટીયા ઉ.વ. ૩૨, ધંધો મેડીકલ પ્રેકટીશ, રહે શિરૂ તળાવ, ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં, તા.જામ ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા, વાળાને ગરૂ બોલાવી પુછપરછ કરતા. પોતાને હથિયારનો શોખ હોય જેથી પોતાના પિતા રામજીભાઈ વશરામભાઈ કછટીયા પાસેથી તેમના પરવાના વાળું બારબોર (અગ્નિશષા) હથિયાર લઈને પોતે લગ્ન પ્રસંગમાં પોતાના ખંભા ઉપર હથિયાર તથા કાર્ટીશ રાખીને ફોટાઓ પડાવેલ હતા જે ફોટા તથા ફોટા દ્વારા બનાવેલ વિડિયો પોતે પોતાના સોશિયલ મિડીયા Instagram ના એકાઉન્ટ Dr Anil Kachhatiya ઉપર અપલોડ કરેલ હોવાની કબુલાત આપેલ.
ઉપરોક્ત ઇસમ કોઈપણ પ્રકારનો હથિયાર પરવાનો ધરાવતો ન હોય અને હથિયાર બાબતે કોઈ પણ તાલીમ લીધેલ ન હોય તેમ છતા પણ પોતાના પિતાનું પરવાના વાળું હથિયાર (બારબોર ડબલ બેરલ ગન) તથા કાર્ટીશ ભરેલ બેલ્ટ ભયજનક રીતે તેમજ બેદરકારીપૂર્વક માનવ જીવન ઉપર જોખમ સર્જે તે રીતે પોતાના કબ્જામાં ખંભા ઉપર રાખી લગ્ન પ્રસંગમાં તથા જાહેરમાં ઉભા રહીને ઉજવણી કરી, ફોટો પડાવી. તે ફોટા તથા ફોટા દ્વારા બનાવેલ વિડિયો સોશિયલ મિડીયા એપ્લીકેશન Instagram ઉપર પોતાના આઈ.ડી. dr_anil_kachhatiyર્ી -ઉપર અપલોડ કરી તેમજ તેના પિતાએ પોતાનું પાકરક્ષણ પરવાના વાળું હથિયાર, પરવાનો ધરાવતો ન હોય તેવા વ્યક્તિને આપી ન શકાય તે જાણતા હોવા છતા પણ પોતાનું પાકરક્ષણ હથિયાર પોતાના દિકરાને આપીને હથિયારા ધારા કલમ ૨૫(૧-બી), (એ), ૨૯(બી) ગુન્હો કરેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધમાં જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરીઃ- (૧) વી.એ.રાણા, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૨) ઈરફાનભાઈ આદમભાઈ ખીરા, એ.એસ.આઈ. (૩) વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, (૪) નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા, પોલીસ હેડ કોન્સ. (૫) પબુભાઇ નાથાભાઈ માયાણી, પોલીસ હેડ કોન્સએ કરી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
